Some Populer Post

  • Home  
  • અરવલ્લી : બાયડ-સાઠંબામાં વહીવટદારોએ બુટલેગરોને એલર્ટ કરી દીધા !! યે દોસ્તી હમ નહીં તોડેંગે !!!
- ગુજરાત

અરવલ્લી : બાયડ-સાઠંબામાં વહીવટદારોએ બુટલેગરોને એલર્ટ કરી દીધા !! યે દોસ્તી હમ નહીં તોડેંગે !!!

[…]

WhatsApp Image 2026 02 14 at 8.12.32 PM
  • બાયડ-સાઠંબામાં વહીવટદારો અને બુટલેગરોની મિત્રતા ગાઢ !!
  • બાયડ અને સાઠંબાના વહીવટદારો ‘કાયદાની કડક અમલવારી’ ના પાઠ ભણાવતા હોવાની ચર્ચા
  • જુની મિત્રતાના નંબર બ્લોક થયા નથી પરંતુ સાઈલન્ટ મોડ પર મૂકાયા
  • અરવલ્લીમાં આ ખેલ નવો નથી — ફક્ત પાત્રો બદલાય છે, સ્ક્રિપ્ટ એ જ

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં લોકો દારૂની બાઈક પકડે, સ્ટેટ મોનિટરિંગ કન્ટેનર પકડે આ વચ્ચે બાયડ અને સાઠંબા પંથકમાં ચાલતા દારૂના અડ્ડાઓ અને નાના-મોટા જુગાર અડ્ડાઓને હમણાં શાંત રહેવા વહીવટદારઓ સૂચના કરી હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે. અરવલ્લી જિલ્લામાં ધીરે-ધીરે વહીવટદારો સેટ અપ કરવામાં વ્યવસ્ત હતા, જોકે ઈસરીની વીરપુર બોર્ડર પર ભાંડો ફૂટી ગયા પછી, સ્ટેટ મોનિટરિંગ સક્રિય થઈ અને તેની અસર મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજ, બાયડ તેમજ સાઠંબા પંથમાં જોવા મળી રહી છે. અહીં વહીવટદારો એટલા સક્રિય થયા છે કે, બુટલેગર સાથેની દોસ્તીમાં દરાર ન પડે, તે માટે પહેલેથી જ સૂચના આપી દેવાઈ છે, કે હમણાં શાંતિ રાખજો.

બાયડ સહિત આસપાસના વિસ્તારોમાં દારૂ ના અડ્ડા વહીવટદારોના સહિયારા સાથ થી ચાલે છે, જે જગ જાહેર છે, પણ અહીં કોઈ એજન્સી ફરકતી નથી. એટલું જ નહીં સાઠંબા પણ આમાંથી બાકાત નથી. વહીવટદારો ની હાલ તો ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે, જો પ્રોબિહિશનની ગેરકાયદે કામગીરી ચાલે, તો, તેમના પર ખાતાકીય ચાબૂક ચાલી જાય અને બધુ રફેદફે થઈ જાય, એટલે વહીવટદારો કોઈ જ રિસ્ક લેવા માંગતા નથી. હાલ તો, બાયડ અને સાઠંબામાં વહીવટદારો બુટલેગરો અને વરલી મટકા ચલાવતા ઈસમોથી દૂરી બનાવી રહ્યા છે, પણ અંદરખાને તો દોસ્તી અતૂટ હોવાની ચર્ચા છે.

અંતે હાલત એવી બની છે કે, બાયડ અને સાઠંબાના વહીવટદારો ‘કાયદાની કડક અમલવારી’ ના પાઠ ભણાવતા ફરતા દેખાય છે, પરંતુ લોકો કહે છે કે, આ કડકાઈ પણ સીઝનલ છે — જેમ વરસાદ આવે ત્યારે જ છત્રી યાદ આવે એમ! બહારથી બધું બંધ-બંધ અને શાંતિ-શાંતિનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે, પણ અંદરખાને જૂની મિત્રતાના નંબર હજુ બ્લોક થયા નથી, ફક્ત સાઈલન્ટ મોડ પર મૂકી દીધા છે. સ્ટેટ મોનિટરિંગનો તાપ ઓછો થાય એટલે ફરીથી વ્યવસ્થા ના ચક્રને તેલ ચોપડીને દોડાડવાની તૈયારીઓ છે. આમ જનતાને કાયદાનો શો બતાવીને, અંદરથી સેટિંગનો રિહર્સલ ચાલુ હોવાનો આ ખેલ અરવલ્લીમાં નવો નથી — ફક્ત પાત્રો બદલાય છે, સ્ક્રિપ્ટ એ જ રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page