Some Populer Post

  • Home  
  • અરવલ્લી : મોડાસા કૂલ કિડઝ શાળાનો ૧૦મો વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી સાથે યોજાયો
- પીપલ - શિક્ષણ

અરવલ્લી : મોડાસા કૂલ કિડઝ શાળાનો ૧૦મો વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી સાથે યોજાયો

[…]

IMG 20260215 WA0626

મોડાસા રાણા સૈયદ એમ.આર.ટી.સી પેટ્રોલ પંપ ની સામે આવેલ આવેલી કુલ કિડઝ ઇંગ્લિસ અને ગુજરાતી મિડિયમ માં શનિવારે ૧૦મો વાર્ષિકોત્સવ ભવ્યતા અને ઉત્સાહભેર ઉજવાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ કુલ ૩૦ થી વધુ રંગારંગ અને સંસ્કારસભર પ્રસ્તુતિઓ રજૂ કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. નાનકડા વિદ્યાર્થીઓની આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆતોને ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો દ્વારા ભરપૂર બિરદાવવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શાળાના પ્રમુખ સરફરાઝ ટીંટોઇયા રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે સલીમ અહમદભાઈ ગેણા ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ મહેમાનો તરીકે યાસિરભાઇ ખાનજી, ઇમરાનભાઇ મન્સુરી, મુબ્બશીર અનારવાલા તેમજ સમીરભાઇ પટેલ, અબ્દુલહમીદ ટિંટોઇયા ,મુશતાકભાઇ પહોંચીયા અને હેતલ પંડ્યા મંચાસીન રહ્યા હતા.

IMG 20260215 WA0644

પ્રમુખ સરફરાઝ ટીંટોઇયાએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં શાળાની દ્રષ્ટિ અને ભવિષ્યદ્રષ્ટિ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં સૌથી ઓછી ફી હોવા છતાં શાળાએ શિક્ષણના ગુણવત્તા ધોરણોમાં કોઈ સમાધાન કર્યું નથી. “આપણા માટે ફક્ત ફી નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત અને સંસ્કારસભર શિક્ષણ આપવું એ પ્રથમ પ્રાથમિકતા છે,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

મુખ્ય અતિથિ સલીમ અહમદભાઈ ગેણાએ શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આજના યુગમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવે છે. તેમણે કહ્યું હતું કે મજબૂત શૈક્ષણિક પાયો અને સારા સંસ્કારો જ બાળકના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે.

શાળાની પ્રિન્સિપાલ સબાના પોહાંચિયા અને શિફા સરફરાજ ટીંટોઇયાએ કાર્યક્રમનું સશક્ત અને અસરકારક સંચાલન કર્યું હતું. સેક્રેટરી આરિફભાઈ મેઘરેજી, પ્રિન્સિપાલ અરબાઝ ચાડી અને દર્શનિકા પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષકમંડળે અવિરત પરિશ્રમ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વિદ્યાર્થીઓએ દેશપ્રેમના ગીતો, સામાજિક સંદેશ આપતા નાટકો, પરંપરાગત નૃત્યો અને આધુનિક ડાન્સ દ્વારા પોતાની બહુમુખી પ્રતિભા રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહભેર વાતાવરણમાં સંપન્ન થયો હતો. શાળાએ ૧૦૦૦ થી પણ વધારે પ્રોત્સાહન ઇનામો વિધાર્થિઓને આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હત.અંતે આભારવિધિ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page