સરકારે મનરેગાનું નામ બદલી વિકસીત ભારત જી. રામજી કર્યું છે, જેમાં રોજગારીના દિવસો પણ વધારી દેવાયા છે. આ યોજનાનો મુખ્ય હેતું એ છે કે, સ્થાનિક લોકોને તેમના ગામની આસપાસ રોજગારી આપવા. તેમના માટે તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ આપવી. જોકે આ યોજનાનો ક્યાંક ગેરલાભ તો નથી ઉઠાવવામાં આવતો ને? આ યોજના માટે એવું કહેવામાં આવે છે કે, માટીનો ઉપયોગ એ જ કામ અથવા નજીકના સરકારી/સમુદાયના કામમાં કરવો જોઈએ. ખાનગી ઉપયોગ માટે લઈ જવી મનાઈ છે (જ્યારે સુધી તે મંજૂર થયેલું land development work ના હોય). અરવલ્લી જિલ્લાના કાબોલા વાંટડામાં બે દિવસથી બૂમો ઉઠવા પામી છે કે, અહીં રાહતનું જે કામ થાય છે, ત્યાંથી માટી અન્ય જગ્યાએ લઈ જવામાં આવે છે, જોકે સત્યતા શું છે તે તપાસનો વિષય છે.
વાત જાણે એમ છે કે, મોડાસા તાલુકાના વાંટડા (કાબોલા) ગામે રાહત એટલે કે, વિકસિત ભારત જી.રામ.જી (મનરેગા) નું કામ ચાલે છે. જોકે અહીં ટ્રેક્ટર પણ જોવા મળે છે. સ્થાનિકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, અહીંથી ખોદવામાં આવેલા ખાડાની માટે અન્ય જગ્યાએ ઠાલવવામાં આવે છે, જે ગેરકાયદે છે. આવું સ્થાનિક સૂત્ર દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. પણ રાહતના કામમાં એક વાત ચોક્કસ છે કે, જે જગ્યાએ ખાડાં ખોદવામાં આવે, ત્યાંથી નિકળેલી માટી પાળ કરવા માટે વપરાયતી હોય છે. પણ અહીં સ્થાનિક રાકારણમાં એવો ગરમાવો છે કે, અહીંથી નિકળતી માટી અન્ય જગ્યાએ લઈ જઈને અંગત સ્વાર્થમાં ઉપયોગમાં લેવાય છે. ખરેખર આવું થતું હોય, તો તે તપાસનો વિષય છે. આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જોઈએ.
સામાન્ય રીતે કેવી રીતે મનરેગા એટલે કે, વિકસીત ભારત જી.રામ.જી.માં ગેરરિતી થતી હોય છે, તે પણ જાણો ટ્રેક્ટર દ્વારા માટી ઉઠાવવી (નિયમમાં બદલાવ થયો હોય તો ગૌણ બાબત), બાંધકામમાં વેંચી દેવી, સરકારી કામ બતાવી ખાનગી જગ્યાએ ભરાવ, વાસ્તવમાં કોઈના પ્લોટમાં નાખવી, ઓછું ખોદકામ અને વધુ બતાવવું, જેસીબી મશિનનો ઉપયોગ, એક જ જગ્યાએ બે વખત માટી કાઢી તે દર્શાવવું.



