અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પંચદિવસીય આત્મ જાગૃતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહોત્સવ દરમિયાન પૂજ્ય શ્રી રાજન સ્વામીજી સરસવા, ઉત્તર પ્રદેશ દ્વારા આત્મ જાગૃતિ અને આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો
પાંચ દિવસ ચાલેલા આ મહોત્સવમાં રાજકોટ, દાહોદ, રાજસ્થાન સહિત આજુબાજુના જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સુંદર સાથ જોડાયો
શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસાવા (UP)માંથી આચાર્યશ્રી અર્જુનજી, સૂર્ય પ્રતાપજી અને અશોકજી સહિતના મહાનુભાવો પણ મહોત્સવમાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક પ્રવચનો દ્વારા ભાવિકોને માર્ગદર્શન આપ્યું
અરવલ્લી જિલ્લાના સુંદર સાથ દ્વારા આયોજન કરાયેલા આ પંચદિવસીય આત્મ જાગૃતિ મહોત્સવમાં અનેક મહેમાનો અને ભાવિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો



