Some Populer Post

  • Home  
  • અરવલ્લી :SMCએ વોન્ટેડ બુટલેગર વિશ્રામ ભગોરાની લાઈનનો પર્દાફાશ કરી કારમાંથી 1784 બોટલ દારૂ જપ્ત
- ક્રાઇમ

અરવલ્લી :SMCએ વોન્ટેડ બુટલેગર વિશ્રામ ભગોરાની લાઈનનો પર્દાફાશ કરી કારમાંથી 1784 બોટલ દારૂ જપ્ત

[…]

IMG 20260221 WA0003
  • SMCના બાતમીદારો અરવલ્લીમાં ફરજ દરમિયાન ડિસમિસ અને સસ્પેન્ડ થયેલ પોલીસકર્મી અને પોલીસે દૂધ પીવડાવી મોટા કરેલ ખાનગી બાતમીદારો હોવાની ચર્ચા
  • વિશ્રામ બુટલેગર દારૂની ખેપના મહેનતાણા પેટે દારૂની પેટીએ 500 રૂપિયા કમિશન રાણીપના રિતેશ પટેલ નામના ખેપિયાને આપતો
  • બુટલેગર રિતેશ પટેલ આણંદ,નડિયાદ અને અમદાવાદ અનેક વાર તેની xuv 500માં દારૂની ડીલેવરી કરી ચુક્યો છે

અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલે ધામા નાખી વધુ એક દારૂની લાઈનનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસતંત્રમાં હડકંપ મચ્યો છે સ્ટેટ મોનેટરીંગ સેલના બાતમીદારો અરવલ્લીમાં ફરજ દરમિયાન ડિસમિસ અને સસ્પેન્ડ થયેલ પોલીસકર્મીઓ હોવાની સાથે પર પ્રાંતિય બુટલેગરો સાથે ભાઈબંધી રાખી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે SMCએ વર્ષોથી અરવલ્લી પોલીસને નાકે દમ લાવી દેનાર ડુંગરપુરના વોન્ટેડ બુટલેગર વિશ્રામ રૂપસી ભગોરાની ગાંધીના ગુજરાતમાં વિવિધ લક્ઝુરિયસ કારમાં દારૂ ઠાલવાવાની લાઈનનો પર્દાફાશ કરી અમદાવાદ રાણીપના બુટલેગર રિતેશ સોમા પટેલને xuv 500 કારમાં દારૂની 3.93 લાખના જથ્થા સાથે ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધો હતો

સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમને ડુંગરપુરનો વોન્ટેડ બુટલેગર વિશ્રામ રૂપસી ભગોરા વિવિધ કાર મારફતે અરવલ્લી જીલ્લાની આંતર રાજ્ય સરહદ પરથી દારૂની લાઈન ચલાવતો હોવાની બાતમી મળતા SMCની ટીમે અરવલ્લીના શામળાજી પંથકમાં વોચ ગોઠવી હતી વિશ્રામ ભગોરાના મુનિમ કુલદીપ પંડિતે XUV 500 કારમાં રાજસ્થાનથી દારૂ ભરી આપતા ખેપિયો કાર લઇ ભિલોડાની ઝાંઝરી બોર્ડર થઇ શામળાજી તરફ આવતો હોવાની બાતમી મળતા આશ્રમ ચોકડી નજીક આવતા ખાનગી વાહનોની આડાશ કરતા બુટલેગરે xuv 500 રતનપુર ચેકપોસ્ટ તરફ ભગાડતા ફિલ્મીઢબે પીછો કરી બુટલેગરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વેણપુર નજીક દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ હતી

SMCની ટીમે xuv 500માં રહેલ અમદાવાદ રાણીપના બુટલેગએ રિતેશ સોમા પટેલને દાબીચી લઇ કારમાં સંતાડેલ 3.93 લાખથી વધુની વિદેશી દારૂની બોટલ નંગ-1784 સહીત
6.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રિતેશ પટેલ ની આગવી ઢબે પૂછતાછ કરતા વટાણા વેરી નાખ્યા હતા અને ડુંગરપુરના વિશ્રામ રૂપસી ભગોરાની દારૂની લાઈનની ખેપ મારતો હોવાની સાથે અત્યાર સુધી નડિયાદ,આણંદ, અમદાવાદ સહીત અનેક સ્થળે દારૂની ડીલેવરી કરી હોવાની અને એક પેટીએમ 500 રૂપિયા કમિશન આપતો હોવાની કબૂલાત કરતા SMC એ રિતેશ સોમા પટેલને શામળાજી પોલીસને સુપ્રત કરતા જેલના સળિયા પાછળ ધકેલી દઈ શામળાજી પોલીસ સ્ટેશ્ર્નમાં રિતેશ સોમા પટેલ અને વિશ્રામ રૂપસી ભગોરા (રહે,ડેડાલી ગામ, ડુંગરપુર તેમજ કુલદીપ પંડિત (રહે, ઉદેપુર) સહીત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય શખ્સ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page