Some Populer Post

  • Home  
  • દીકરી વહાલનો દરિયો જ નહીં, પિતા માટે ‘જીવનદાતા’ પણ: અરવલ્લીની દીકરીએ પિતાને લીવર આપી નવજીવન આપ્યુ
- Top News

દીકરી વહાલનો દરિયો જ નહીં, પિતા માટે ‘જીવનદાતા’ પણ: અરવલ્લીની દીકરીએ પિતાને લીવર આપી નવજીવન આપ્યુ

[…]

IMG 20260220 WA0828 e1771639532120

બાયડના મહેશભાઈ બ્રહ્મભટ્ટ માટે મુનાઈ (ભિલોડા) રહેતી દીકરી હેતલબેન પંડ્યા વહારે આવી; પિતા-પુત્રીના પવિત્ર સંબંધની અનોખી મિસાલ

આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધોમાં કડવાશ જોવા મળે છે, ત્યાં અરવલ્લી જિલ્લામાં માનવતા અને પિતૃભક્તિનો એક ઉત્કૃષ્ટ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાયડના વતની મહેશભાઈ બ્રહ્મભટ્ટને લીવરની ગંભીર બીમારીમાંથી ઉગારવા માટે તેમની પરિણીત પુત્રી હેતલબેને પોતાના લીવરનો હિસ્સો દાન કરી સમાજને એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. સાસરે હોવા છતાં પિતાના જીવન માટે દીકરીએ લીધેલા આ નિર્ણયથી સમગ્ર પંથકમાં તેની પ્રશંસા થઈ રહી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મુખ્ય મથકે રહેતા મહેશભાઈ જીભાઈભાઈ બ્રહ્મભટ્ટ છેલ્લા કેટલાક સમયથી લીવરની બીમારી સામે જંગ લડી રહ્યા હતા. તબીબોએ તેમને તાત્કાલિક લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. લીવર ડોનરની શોધ અને બીમારીની ગંભીરતા વચ્ચે પરિવાર ચિંતાતુર હતો, ત્યારે પિતાની વહારે ભિલોડા તાલુકાના મુનાઈ ગામે રહેતી તેમની પુત્રી હેતલબેન નરેશભાઈ પંડ્યા આવી હતી.

હેતલબેને પિતા પ્રત્યેની પોતાની ફરજ સમજીને સહેજ પણ ખચકાયા વિના પોતાના લીવરનું દાન આપવાની તૈયારી દર્શાવી હતી. સામાજિક રિવાજો અને સાસરિયાંઓના સહયોગ સાથે હેતલબેને આ સાહસિક નિર્ણય લીધો હતો. હોસ્પિટલના જટિલ ઓપરેશન બાદ, દીકરીએ પિતાને પોતાના અંગનું દાન આપી નવું જીવન પ્રદાન કર્યું છે.

સમાજ માટે સંદેશ: આ ઘટના એવા લોકો માટે આંખ ઉઘાડનારી છે જેઓ દીકરીને દીકરા કરતા ઓછી સમજે છે. મુનાઈની દીકરીએ સાબિત કરી દીધું છે કે દીકરી માત્ર ઘરની શોભા જ નહીં, પરંતુ મુસીબતના સમયે પિતાનું સર્વસ્વ બચાવનારી શક્તિ પણ છે. બ્રહ્મભટ્ટ અને પંડ્યા પરિવારની આ મિસાલ આજસોશિયલ મીડિયા અને લોકમુખે ચર્ચાનું કેન્દ્ર બની છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page