અરવલ્લી: માલપુર, મેઘરજ, શામળાજી, ભિલોડા, બાયડ અન મોડાસા રેંજ માં વન સંરક્ષણ થયું કે તાયફા ? 1 વીડિંગ કોણ-કોણ ખાઈ ગયું !!!!
February 21, 2026
0 Comments
[…]
Share This Article:
અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકાર દ્વારા વન ના વિસ્તાર અને વિકાસ માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હશે. વન છે તો આપણે છીએ, પણ વનના વિકાસ માટે કામ થાય છે ખરા ? આવા સવાલો ચોક્કસથી ઉઠશે. સૌથી વધારે આદિવાસી વિસ્તારોમાં સરકાર જંગલોના વિસ્તાર અને વિકાસ માટે ગ્રાન્ટની ફાળવમી કરતી હોય છે. અહીં, જંગલોાં થતાં દબાણો દૂર કરવા, કટિંગ રોકવું, વાવેતર કરવું, વગેરે મુખ્ય કામગીરી સ્થાનિક રેંજ ફોરેસ્ટ ઓફિસર અને ત્યારબાદ ફોરેસ્ટર, બીટગાર્ડ વગેરેની હોય છે.
વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્લોટ દીઠ આપવામાં આવતી હશે, તેમાં વધારે-ઓછી હોઈ શકે છે, પરંતુ આ ગ્રાન્ટનો કેટલો ઉપયોગ યોગ્ય રીતે થાય છે, તે હાલ ચર્ચા છે, કારણ કે, માલપુર, મેઘરજ, શામળાજી, ભિલોડા, મોડાસા અને બાયડ રેંજમાં આવેલા જંગલોનો વિસ્તાર ખૂબ વિશાળ હોવાથી અધિકારીઓને ખ્યાય હોય છે, અહીં જવું કઠિન છે, જેથી ઉપરનું કામ અધિકારીઓને બતાવી દેવાય છે, અને બાકી પાછળ કામ થાય છે કે,નહીં, તે કોઈ જોવા પહોંચતું જ નથી. અને બારોબાર ગ્રાન્ટમાંથી કટકી કરી દેવામાં આવતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એટલું જ નહીં કેટલાય ભૂતિયા ખાતાઓમાં અધિકારીઓ મજૂરી પેટે ચુકવતા હશે. રાજ્ય ના મુખ્ય વન સંરક્ષક આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ અને અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના જંગલોની સ્થિતિ શું છે, તેના પર વિશેષ મોનિટરિંગ તપાસ ટીમ બનાવવી જોઈએ અને તટસ્થ તપાસ કરાવવી જોઈએ.
અરવલ્લી જિલ્લાની મોડાસા, માલપુર,મેઘરજ, ભિલોડા, શામળાજી અને ભિલોડા રેંજમાં છેલ્લા 8 વર્ષમાં કેટલ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી? કેટલા પ્લોટમાં કેટલા રોપા વાવવામાં આવ્યા? શ્રમિકો ક્યાંથી લવાયા અને કેટલા શ્રમિકોના ખાતામાં DBT થયું? વાવેતર જગ્યાએ બે વીડિંગ કરીને એક વીડિંગ કેટલા મળતિયાઓ ખાઈ ગયા ? શું જીયો ટેગ ફોટોગ્રાફ્સ અધિકારીઓએ અપલોડ કર્યા હતા કે શું?
આવા કેટલાય સવાલો અરવલ્લી જિલ્લાના જંગલો માટે ઉદભવી રહ્યા છે. હાલ , નવા નાયબ વન સંરક્ષક ને આ બાબતે ટેલિફોનિક સંપર્ક સંપર્ક કરતા મેરા ગુજરાતનો ફોન ઉપાડવાનું ટાળ્યું હતું, એટલે એ વાત સ્પષ્ટ છે કે, તમામ રેંજના અધિકારીઓ ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ રેંક ધરાવતા અધિકારીને પણ ગાંઠતા નથી, અથવા તો તેમની પાસે પણ આ અંગે માહિતી નથી અથવા તો તેમને ખ્યાલ આવતો નથી. હાલ, સમગ્ર અરવલ્લી જિલ્લાની મોડાસા, માલપુર, મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજી અને બાયડ રેંજમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે, તે કહેવું મુશ્કેલ છે, પણ CCF આ બાબતે ગંભીરતા દાખવી જંગલોનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવે તો તમામ ફોરેસ્ટ અધિકારીઓ ના પગતળે રેલો આવે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.