Some Populer Post

  • Home  
  • અરવલ્લી : પોલીસે ટ્રકમાંથી 41.08 લાખનો અને તબેલા માંથી 1.47 લાખનો શરાબ ઝડપ્યો
- ક્રાઇમ

અરવલ્લી : પોલીસે ટ્રકમાંથી 41.08 લાખનો અને તબેલા માંથી 1.47 લાખનો શરાબ ઝડપ્યો

[…]

IMG 20260221 WA0645

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ પ્રોહીબીશનની અમલવારી માટે પોલીસને કડકાઈ પૂર્વક કામગીરી કરવાનાં આદેશને પગલે પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમ જીલ્લામાં પડાવ નાખતા સ્થાનિક પોલીસેનો રક્તચાપ વધી ગયો છે અરવલ્લી એલસીબી અને શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ નજીકથી 41.08 લાખનો દારૂ ભરેલ ટ્રેકનો જીવના જોખેમે પીછો કરી ટ્રક ચાલક ખેપિયા સાથે ઝડપી લીધો હતો મોડાસા રૂરલ પોલીસે જુના વડવાસા ગામે બુટલેગરે તબેલામાં સંતાડેલ 672 વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

અરવલ્લી એલસીબી પોલીસ અને શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ નજીક ઉદેપુર તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ટ્રક ચાલક દારૂ ભરેલી ટ્રક લઇ શામળાજી તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ બેરીકેડની આડાશ કરી બાતમી આધારિત ટ્રક આવતા અટકાવવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે ફુલસ્પીડે હંકારી મુકતા પોલીસે પીછો કરતા રંગપુર બ્રિજ નીચે ટ્રક ઉતારી પરત ટ્રક રતનપુર ચેકપોસ્ટ તરફ દોડવાતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કોર્ડન કરી અટકાવી ટ્રક ચાલક કૃષ્ણપાલસિંહ ખેરાજ રામ જાટ (શેતરાઉ-રાજ)ને દબોચી લઇ ટ્રકની તલાસી લેતા લાકડાની ભુસાની પ્લાસ્ટિકની થેલીની આડમાં સંતાડેલ રૂ.41.08 લાખની વિદેશી દારૂની 13416 બોટલ સાથે 51.13 લાખનો દારૂ જપ્ત કરી ટ્રકમાં દારૂ ભરી આપનાર પ્રવિણસિંહ રાજપુર (ગાગરીયા-રાજ)અને અમદાવાદના બુટલેગર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા રૂરલ પીઆઇ કે.ડી. ગોહિલે તેમની ટીમ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા જુના વડવાસા ગામનો પ્રવિણસિંહ ઇન્દ્રસિંહ મકવાણા તેના તબેલામાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત તબેલામાં રેડ કરતા સૂકા ઘાસ નજીક સંતાડેલ 1.47 લાખની વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન જપ્ત કર્યા હતા પોલીસ રેડની ગંધ આવી જતા બુટલેગર પ્રવીણ સિંહ મકવાણા ફરાર થઇ જતા મોડાસા રૂરલ પોલીસે જુના વડવાસા ગામના પ્રવિણસિંહ ઇન્દ્રસિંહ મકવાણા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page