Some Populer Post

  • Home  
  • અરવલ્લી : મોડાસાની અલંકાર સોસાયટીમાં ધારાસભ્ય ભિખુસિંહજી પરમાર નો અભિવાદન સમારોહ
- ગુજરાત

અરવલ્લી : મોડાસાની અલંકાર સોસાયટીમાં ધારાસભ્ય ભિખુસિંહજી પરમાર નો અભિવાદન સમારોહ

[…]

20260222 182835

અરવલ્લી જિલ્લા ના મોડાસા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ભિખુસિંહજી પરમાર, મોડાસા નગર પાલિકાના પ્રમુખ નીરજ શેઠ તેમજ પાલિકાના પદાધિકારીઓના સન્માનમાં શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા ઢોલ-નગારા સાથે મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બન્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ભિખુસિંહજી પરમાર તથા પાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠે સોસાયટી સહિત સમગ્ર નગરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી વ્યક્ત કરી હતી. તેમની સાથે રોહિતભાઈ પટેલ તથા કોર્પોરેટરોએ પણ વિકાસકાર્યોને ગતિ આપવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

કાર્યક્રમના અંતે સોસાયટીના પ્રમુખ મનોજભાઈ સોની, સેક્રેટરી આશિષભાઈ શાહ અને ડૉ. ઘનશ્યામભાઈ શાહ સહિત રહીશોએ મહેમાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપનાર સૌનો કૃતજ્ઞતા પૂર્વક ઉલ્લેખ કર્યો હતો.આ કાર્યક્રમને કારણે સોસાયટીના રહીશોમાં આનંદ અને એકતા નો માહોલ સર્જાયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page