Some Populer Post

  • Home  
  • અરવલ્લી : LCBએ I-20 કારમાંથી 3.38 લાખ ના દારૂ સાથે બાડમેરના બુટલેગરને દબોચ્યો
- ગુજરાત - ક્રાઇમ

અરવલ્લી : LCBએ I-20 કારમાંથી 3.38 લાખ ના દારૂ સાથે બાડમેરના બુટલેગરને દબોચ્યો

[…]

IMG 20260223 WA0850

પોલીસની આંખમાં ધૂળ નાખવા કારની નંબર પ્લેટ ખોટી લગાવી દારૂની હેરાફેરી

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ બુટલેગરોના દારૂ ઘુસાડાવાના અવનવા કિમીયા પર પાણી ફેરવી રહી છે બાડમેરનો બુટલેગર કાર પર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડી ગુજરાતમાં
સુમન ઠાકોર નામના બુટલેગરને દારૂ આપવા આવતા એલસીબી પોલીસે શામળાજી બ્રિજ નજીકથી દબોચી લઇ 3.38 લાખનો શરાબ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી નજીક વાહનોના ચેકીંગ દરમિયાન બાડમેરનો બ્રિજેશ જીયારામ ચૌધરી તેની આઈ-20 કારમાં દારૂ ભરી પસાર થવાનો હોવાની બાતમી મળતા એલસીબીએ બ્રિજ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત કાર આવતા અટકાવી કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન-522 કિં.રૂ.3.38 સહીત રૂ.8.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર પર લાગેલી નંબર પ્લેટ પણ ડુપ્લીકેટ હોવાનું તપાસ માં બહાર આવ્યું હતું એલસીબી પોલીસે બ્રિજેશ જીયારામ ચૌધરીની ધરપકડ કરી પૂછતાછ કરતા કારમાં ભરેલ દારૂ સુમન અરજણ ઠાકોર નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું અને કારમાં દારૂ રાજસ્થાન જોધપુરના બુટલેગર મહિપાલે ભરી આપ્યો હોવાનું જણાવતા પોલીસે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page