સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જીની ભારત-કઝાકિસ્તાન સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂક સાબરકાંઠા-અરવલ્લી લોકસભા વિસ્તાર માટે ગૌરવની વાત હોવાનું સાંસદ શોભનાબેન બારૈયા ઉમેર્યું હતું. ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા,સંસદીય સ્તરે સંવાદ વધારવા તેમજ વેપાર, શિક્ષણ, સાંસ્કૃતિક અને આર્થિક સહકારને નવી દિશા આપવા માટે આ મિત્રતા જૂથ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શોભનાબેન બારૈયાજીની આ નિમણૂક તેમના કાર્ય પ્રતિ સમર્પણ, સક્રિયતા અને જનહિતના પ્રશ્નો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
તેમના દ્વારા આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવવામાં આવે અને દેશની સાથે સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારનું નામ પણ રોશન થાય તેવી સંપૂર્ણ વિસ્તારવાસીઓ તરફથી તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.



