અરવલ્લી જીલ્લામાં તાંત્રિક વિધિ કરનાર અને ભૂવાઓની ભારે ડિમાન્ડ વધી રહી છે લોકો ડિજિટલ યુગમાં તાંત્રિકોની આબાદ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે પવિત્ર યાત્રાધામ શામળાજીમાં અંધશ્રદ્ધાની જાળ બિછાવી ભોળા નાગરિકોને શિકાર બનાવતી ‘મદારી ગેંગ’નો અરવલ્લી એલસીબીએ પર્દાફાશ કરી મોડાસા જીલ્લા સેવાસદન નજીકથી ત્રણ સાગરીતોને દબોચી લઈ સોના ચાંદીના દાગીના સાથે 75 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી શામળાજી રામસીતા ચોરી મંદિર નજીક એક વ્યક્તિ વિધિના બહાને છેતરપિંડી કરી લુંટી લીધો હોવાનો પર્દાફાશ કર્યો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે અરવલ્લી જીલ્લા સેવાસદન નજીક શામળાજી તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા ત્રણ શખ્સો ચાલતા આવતા તેમની વર્તણૂક શંકાસ્પદ લાગતા ત્રણેને અટકાવતા ગભરાઈ જતા પોલીસે તેમની તલાસી લેતા તેમની પાસેથી ચાંદીના કડા-૨,સોનાની ચૂની-૨, મોબાઇલ અને રોકડા ૭ હજાર રૂપિયા મળી આવતા પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા તેમણે તાંત્રિક વિધિના બહાને શામળાજી પુલ નજીક વિધિના બહાને ફોસલાવી તેની પાસેથી ચાંદીના કડા અને સોનાની ચૂની પડાવી લીધી હોવાનું જણાવતા પોલીસે ૧) રમેશનાથ મોહનનાથ મદારી,૨)વિશ્વાસનાથ કરણનાથ મદારી અને ૩) પ્રદેશનાથ જાનનાથ મદારી (ત્રણે રહે,રિંટોડા-ભિલોડા)ને દબોચી લઈ ૭૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે આરોપીઓને મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

