34.5 C
Gujarat
Thursday, July 16, 2026
Home HeadLines વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા...

વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

0
81

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલો વિનાશક ભૂકંપ અત્યાર સુધીની સૌથી મોટી માનવ સર્જિત અને કુદરતી આફતોમાં ફેરવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અગાઉના અહેવાલો બાદ હવે યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ચેતવણી જારી કરવામાં આવી છે, જે મુજબ આ ભયાનક આપત્તિમાં મરણ જનારાઓનો આંકડો 10,000 (દસ હજાર) ને પાર થઈ શકે છે. રાજધાની કરાકસ સહિત દેશના અનેક ભાગોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે અને હજારો લોકો પોતાના આવાસ તેમજ દફતરો છોડીને જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે.

અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) ના જણાવ્યા અનુસાર, વેનેઝુએલાના ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તારમાં માત્ર 40 સેકન્ડના અંતરાલમાં બે પ્રચંડ આંચકા અનુભવાયા હતા. પ્રથમ 7.1 ની તીવ્રતાનો આંચકો એક ‘ફોરશૉક’ (મુખ્ય ભૂકંપ પહેલાનો ઝટકો) હતો, જેના બરાબર 40 સેકન્ડ બાદ 7.5 ની તીવ્રતાનો મુખ્ય પ્રચંડ ભૂકંપ ત્રાટક્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ મૌન્ટાલ્બાનથી ઉત્તર-પશ્ચિમમાં 28 કિલોમીટર દૂર નોંધાયું છે, જે વિસ્તાર દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીઓ માટે જાણીતો છે. આ ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ઘટનાસ્થળથી આશરે 1,700 કિલોમીટર દૂર આવેલા બ્રાઝિલના એમેઝોન સુધી અનુભવાયા હતા, જ્યાં પણ સુરક્ષાના ભાગરૂપે અનેક ઇમારતો ખાલી કરાવવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!