મોડાસા : દુકાનમાંથી મહિલાના પર્સની ચોરી કરનાર એકને દબોચ્યો ,LCBએ પાણીની મોટર ચોરીમાં ત્રણને ઝડપ્યા

0
36

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર ચોરીના વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મોડાસા ટાઉન પોલીસે શ્યામસુંદર શોપિંગ સેન્ટરની એક દુકાનમાં મહિલાના પર્સની ચોરી કરનાર અમદાવાદની ફોઈ ભાણેજની જોડીમાંથી ભાણેજને અમદાવાદના કુબેરનગરમાંથી રિક્ષા સાથે ઝડપી પાડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ જપ્ત કરી ચોરીમાં સંડોવાયેલ બંને ફોઈને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જીલ્લા એલસીબી પોલીસે બાયડ-ધનસુરા પંથકમાં મોટર અને કેબલ વાયર ચોરી કરનાર બે શખ્સોને હીરાખાડી કંપા પાસેથી બાઈક પર ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લઈ ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર બાયડ ભંગાર ના વેપારીને ઉઠાવી લઈ પાંચ વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

મોડાસા શહેરના શ્યામસુંદર કોમ્પ્લેક્ષની એક દુકાનમાં ખરીદી કરવા આવેલ મહિલાના પર્સની ચોરી થતા પર્સમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ હોવાથી હોંફાળી ફોંફાળી બની હતી આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા મોડાસા ટાઉન PI રોહિત ચૌધરી અને તેમની ટીમે તાબડતોડ દુકાન સહિત આજુબાજુમાં લાગેલ સીસીટીવી ફંગોળતા બે મહિલાએ પર્સની ચોરી કરી રિક્ષામાં બેસી ફરાર થઈ જતી કેમેરામાં કેદ થતા નેત્રમ કેમેરાની મદદથી રિક્ષાના નંબરના આધારે અમદાવાદ કુબેરનગર પોલીસ પહોંચી રિક્ષા ચાલક સચિન અજીત રાઠોડને ઝડપી તેની યુક્તિપૂર્વક પૂછતાછ કરતા તેને તેની નવા નરોડા રહેતા ફોઈ વીણા હેમંત પરમાર અને બેબીબેન પરમાર સાથે રિક્ષામાં મોડાસા પહોંચી શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં એક મહિલાના પર્સની ચોરી કરી હોવાનું કબુલતા અને ચોરી કરેલ પર્સમાં રહેલ દાગીના તેને વેચવા તેની ફોઈએ આપ્યા હોવાનું જણાવતા પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.
૬૦ અને રિક્ષા મળી રૂ.૧.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ બંને ફરાર મહિલા ચોરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

 
અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે ધનસુરા અને બાયડ પોલીસ મથક વિસ્તારમાં થયેલી મોટર અને કેબલ વાયર ચોરીની પાંચ વણઉકેલાયેલી ઘટનાઓનો ભેદ ઉકેલી બે ચોર અને એક રિસીવર આરોપીની ધરપકડ કરી છે.પોલીસે કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચોરીના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન હીરાખાડી કંપા રોડ પર શંકાસ્પદ હાલતમાં એક બાઈક પર જઈ રહેલા કમલેશભાઈ ઉર્ફે લાલો રમણભાઈ ખાંટ અને કરણસિંહ રમણભાઈ મકવાણાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મોટર, કોપર વાયર અને અન્ય સામાન મળતા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં બંનેએ છેલ્લા પોણા ત્રણ મહિનામાં ધનસુરા અને બાયડ વિસ્તારના વિવિધ પ્લાન્ટ અને ખેતરોમાંથી આશરે 20 મોટરો તથા 1000 ફૂટ જેટલા કેબલ વાયર ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.આરોપીઓ ચોરાયેલી મોટરોમાંથી કોપર કાઢીને વડાગામના બજરંગ વાસણ ભંડારના વેપારી સંજયકુમાર ઓમપ્રકાશ વૈષ્ણવને વેચતા હતા, જ્યારે અન્ય ધાતુનો ભંગાર નવલપુરના નાથુલાલ નેના ગુર્જરને વેચતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સંજયકુમાર વૈષ્ણવની પણ ધરપકડ કરી છે, જ્યારે નાથુલાલ ગુર્જર હાલ ફરાર છે.તપાસ દરમિયાન પોલીસે ચોરીમાં વપરાયેલી બાઈક, કોપર વાયર, જૂની મોટર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓએ સીમલી, વડાગામ, બોરવાઈ અને વાત્રક વિસ્તારના ડામર પ્લાન્ટ તેમજ વોટર વર્ક્સમાંથી ચોરીઓ આચરી હોવાનું પણ ખુલ્યું છે.

એલસીબી અરવલ્લીની આ કામગીરીથી ધનસુરા અને બાયડ પોલીસ મથકના કુલ પાંચ મિલકત સંબંધિત ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે. પોલીસ ફરાર આરોપીની શોધખોળ માટે વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here