31 C
Gujarat
Thursday, July 16, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ...

અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા

0
32

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની રેલમછેલ અટવાવા માટે સતત દોડાદોડી કરી રહ્યું છે જીલ્લા એલસીબીએ શામળાજીના
કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ રાજસ્થાની બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા એલસીબીએ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલા અને તેમની ટીમને રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અંતરિયાળ સરહદો પરથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડી રહ્યા હોવાની બાતમી મળતા શામળાજીના કડવથ ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા રાજસ્થાન માંથી વિદેશી દારૂ ભરી ઇકો કાર હિંમતનગર તરફ જઈ રહી હોવાની બાતમી મળતા નાકાબંધી કરી બાતમી આધારિત ઇકો કારને એપ્રોચ રોડ પર અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-660 કિં.રૂ.2.56 લાખનો જથ્થો મળી આવતા પોલીસે કાર ચાલક રાજેશ બદાજી બરંડા,બંસી લક્ષ્મણ કટારા અને મહેશ મોતી કટારા (રહે.રાજસ્થાન)ને ઝડપી પાડી વિદેશી દારૂ,મોબાઈલ અને કાર મળી રૂ.6.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!