અરવલ્લી: બાલશક્તિ પોષણ આહાર હેરાફેરી કેસમાં ચાર સામે ફરિયાદ, ગેરકાયદે હેરાફેરીમાં કોની-કોની સંડોવણી?

0
85

ખાનપુર ગોડાઉનથી મોડાસા તરફ લઈ જવાતો રૂ. 1.90 લાખથી વધુનો ટી.એચ.આર. જથ્થો શંકાસ્પદ હાલતમાં ઝડપાયા બાદ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો

રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા માટેના આધાર પાયા શું કરતું હોય છે, જોકે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા આવા આહારને કેટલાક લોકો સગે વગે કરવામાં સફળ થતા હોય છે અને લાખો કરોડો રૂપિયાની રોકડી પણ કરી લેતા હશે, તેમાં કોઈ બેમત નથી. અરવલ્લી જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે 23 જુલાઈ ના રોજ મોડાસા તાલુકાના સાકરીયા નજીકથી એક પીકઅપ ડાલા માંથી બાલ શક્તિ નો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને કેટલાક સક્ષો પણ દોડી આવ્યા હતા અને જથ્થો કાયદેસર હોવાનું રટણ પણ કરતા હતા. મામલો ગરમતા પુરવઠા વિભાગ અને ત્યારબાદ આઇસીડીએસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી હવે આ સમગ્ર મામલી મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે ચાર લોકો સામે કાયદેસરની ફરિયાદ દાખલ થઈ છે.

ફરિયાદ મુજબ, 23 જૂન 2026ના રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તરફથી માહિતી મળતાં મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં પોલીસ કબજામાં રહેલી ટાટા ઇન્ટ્રા પીકઅપ (નં. GJ-18-BW-3549)ની તપાસ દરમિયાન અંદરથી સરકારની બાલશક્તિ, માતૃશક્તિ અને ફોર્ટિફાઇડ ઘઉંના આટાની કુલ 305 થેલીઓ મળી આવી હતી. તપાસમાં પીકઅપના ચાલક શાહરુખ કાલુશા દિવાને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આ જથ્થો મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખાનપુર સ્થિત ગોડાઉનમાંથી ભરવામાં આવ્યો હતો અને તેને મોડાસાના જાકીરભાઈ મેમણને પહોંચાડવાનો હતો. જોકે, માલના પરિવહન અંગે કોઈ માન્ય દસ્તાવેજ કે આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.

પોલીસ તપાસ મુજબ પીકઅપમાં અંદાજે રૂ. 1,90,650 કિંમતનો સરકારનો ટી.એચ.આર. જથ્થો હતો, જેમાં 200 બાલશક્તિ, 100 માતૃશક્તિ અને પાંચ ફોર્ટિફાઇડ ઘઉંના આટાની થેલીઓનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસના આધારે સરકારના લાભાર્થી બાળકો અને મહિલાઓ માટે ફાળવવામાં આવતો આવશ્યક પોષણ આહાર સગેવગે કરવાનો પ્રયાસ અને સરકારના વિશ્વાસનો ભંગ થયો હોવાના આક્ષેપ સાથે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં નામજોગ આરોપીઓ
1. શાહરુખ કાલુશા દિવાન (પીકઅપ ચાલક)
2. જાકીરભાઈ સીંધી, કિફાયતનગર, RTO સર્કલ, હિંમતનગર
3. જાકીરભાઈ મેમણ, મોડાસા
4. ખાનપુર ગોડાઉનના જવાબદાર વ્યક્તિ તથા તપાસ 4. દરમિયાન સામે આવનાર અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ

  • સળગતા સવાલો
  • ચાલકો જથ્થો કોને અને કેમ પહોંચાડવાના હતા?
  • શું એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પોષણનો જથ્થો લઈ જવાય કે નહીં?
  • ચાલકના બચાવમાં ઉતરી આવેલા શખ્સો કોણ હતા?
  • સરકારી પોષણ જથ્થાની હેરાફેરી કોની દેખ-રેખમાં થતી હતી?
  • પોષણના જથ્થાની હેરાફેરીનો માસ્ટર માઈન્ડ ખેલાડી કોણ?
  • શું આ પ્રકારની હેરાફેરી દરરોજ થતી હશે કે શું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here