31.3 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ...

વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો

0

21થી 25 જૂન દરમિયાન કઠિન હિમાલયન ટ્રેકમાં ઓછી ઓક્સિજન અને પડકારજનક પરિસ્થિતિ વચ્ચે કર્મચારીઓએ હિંમત અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશન (GSECL)ના પાંચ કર્મચારીઓએ હિમાચલ પ્રદેશના પ્રખ્યાત અને પડકારજનક હમ્પ્ટા પાસ ટ્રેકને સફળતાપૂર્વક પૂર્ણ કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

21થી 25 જૂન દરમિયાન યોજાયેલા આ ટ્રેકિંગ અભિયાનમાં કર્મચારીઓએ આશરે 14,500 ફૂટની ઊંચાઈ સુધીનો પ્રવાસ કર્યો. આ ઊંચાઈએ હવામાં ઓક્સિજનનું પ્રમાણ મેદાની વિસ્તારોની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું હોવાથી ટ્રેક વધુ પડકારજનક બની જાય છે. કપરા ચઢાણ, બદલાતું હવામાન, બરફીલા માર્ગો અને મુશ્કેલ ભૂપ્રદેશ વચ્ચે તમામ સભ્યોએ સફળતાપૂર્વક ટ્રેક પૂર્ણ કર્યો હતો.

આ અભિયાનમાં ભાગ લેનારા કર્મચારીઓમાં
નિર્મલ બી. ચૌહાણ – ડેપ્યુટી એન્જિનિયર
કે. એલ. જાદવ
વાય. જે. જેઠવા
એ. એમ. ખારવા
એન. કે. રાઠોડ

કર્મચારીઓની આ સિદ્ધિ માત્ર શારીરિક ક્ષમતા જ નહીં પરંતુ દૃઢ મનોબળ, શિસ્ત, સહનશક્તિ અને ટીમવર્કનું પણ ઉત્તમ ઉદાહરણ છે. વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના સહકર્મચારીઓ અને અધિકારીઓએ તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!