Some Populer Post

  • Home  
  • અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે બાલાપીર દરગાહ નજીક મોબાઇલમાં આંકફેરનો જુગાર રમતા બે શકુની દબોચ્યા
- ક્રાઇમ - ગુજરાત

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે બાલાપીર દરગાહ નજીક મોબાઇલમાં આંકફેરનો જુગાર રમતા બે શકુની દબોચ્યા

[…]

IMG 20260302 WA0824

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ મોડાસા શહેરમાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે મોડાસા શહેરની બાલાપીર દરગાહ નજીક એક શકુનીને મોબાઈલમાં વરલી મટકાનો જુગાર રમાડતા અને આંકફેર નો જુગાર રમવા આવેલ એક જુગારીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પવિત્ર રમઝાન માસમાં વરલી મટકાના જુગાર રમાડતા સખ્શ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

મોડાસા ટાઉન પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે શહેરના કસ્બા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા બાતમીદારો સક્રિય કરતા ઇન્દિરાનગર નવા મલેકવાળા વિસ્તારમાં રહેતો અબ્બાસ ફકીર મહોમ્મદ કુંભાર નામનો શકુનિ બાલાપીર દરગાહ નજીક મોબાઇલમાં વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ બાતમી સ્થળે ત્રાટકી અબ્બાસ કુંભારને કાગળમાં આંકફેરના આંકડા લખતો અને બાજુ ઉભા રહેલ જુગાર રમવા આવેલ શહેઝાદ મો. સલીમ ચિસ્તી (રહે, શાહે આલમ સોસાયટી) મોબાઈલ ફોનમાં આંકડા લખવાતા દબોચી લઇ રોકડા રૂપિયા 4080 અને મોબાઈલ મળી રૂ. 8080 નો મુદ્દામાલ જપ્ત કરી આંકફેરના જુગારમાં સંડોવાયેલ આકીલ હુસેન શાબીર હુસેન મલેક (રહે,પહાડપુર રોડ) સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page