કેન્દ્ર સરકાર દ્વારા જંગલોનો વિસ્તાર વધારવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હશે. છતાં પણ અરવલ્લી જિલ્લામાં જંગલોની હાલત અપેક્ષા મુજબ સુધરતી નથી તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અનેક વર્ષો બાદ પણ જ્યાં ડેન્સ ફોરેસ્ટ વિકસવું જોઈએ, ત્યાં હજુ મોટાભાગના વિસ્તારો ઓપન ફોરેસ્ટ તરીકે જ દેખાય છે. પરિણામે દર વર્ષે થતું વાવેતર વાસ્તવમાં ક્યાં જાય છે તે મુદ્દે સવાલો ઊભા થઈ રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં કાગળ પર વિકાસ દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જાણવા સ્થળ મુલાકાત જરૂરી બને છે. જિલ્લાના વિવિધ રેંજમાં જંગલોની સ્થિતિ ખૂબ જ નબળી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ ઓપન ફોરેસ્ટને મોડરેટલી ડેન્સ અને ત્યારબાદ વેરી ડેન્સ ફોરેસ્ટમાં પરિવર્તિત કરવાનો છે, પરંતુ જિલ્લામાં આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળતી નથી.
મોડાસા તાલુકાના એક જંગલ વિસ્તારમાંથી થોડા સમય પહેલા રીતસરના ડંપર ચાલતા હતા, શું આમને RFO એ મંજૂરી આપી હશે ? એટલું જ નહીં બે ત્રણ કર્મચારીઓ તો એક પુલિયું બંધ કરાવવા પહોંચ્યા હતા, મોટી બૂમો પણ પાડી હતી, જોકે બીજા દિવસે પુલિયાનું કામ ચાલું કેમ થઈ ગયું તે સવાલ !!!
મોડાસા, માલપુર-મેઘરજ, બાયડ, શામળાજી અને ભિલોડા રેંજમાં અનેક વિસ્તારોમાં વાવેતર બાદ છોડ ટકી રહેવાના દર અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દૂરથી જોતા ડુંગરાઓ હરિયાળા દેખાય છે, પરંતુ નજીકથી નિરીક્ષણ કરવામાં આવે તો સ્થિતિ અલગ હોવાનું સ્થાનિક લોકો કહે છે.
આ મુદ્દે અગાઉ પણ મીડિયા અહેવાલોમાં વાવેતરના સર્વાઇવલ રેટ અંગે સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી હતી. કારણ કે વાવેતર અને જાળવણી માટે દર વર્ષે લાખો રૂપિયાની મજૂરી અને ખર્ચ દર્શાવવામાં આવે છે. તેથી પારદર્શિતા માટે સંબંધિત વિભાગે જાહેર માહિતી આપવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. હવે VCG અમે CVC દ્વારા તટસ્થ તપાસ થવી જોઈએ કે, કેટલા વન અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાક્ટર બની ગયા છે, નહીંતર જંગલનો સફાયો ટીંબર માફિયા નહીં પણ …… નાખશે, તેમાં કોઈ બે મત નથી.



