દારૂની હેરાફરી, પ્રોહિબિશનના કેસ સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલાં બુટલેગરને પાસા, સ્થાનિક અને પર પ્રાંતિય બુટલેગરોમાં ફફડાટ
અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ વિદેશી દારૂની હેરફેરી સાથે સંકળાયેલા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આદેશના પગલે જીલ્લા એલસીબી પોલીસે રાજસ્થાન રેવાલીના રીઢા બુટલેગરની અટકાયત કરી તેની ગુનાહિત પ્રવૃત્તિના નોંધાયેલા કેસને આધારે તેના વિરુદ્ધ પાસા એકટ મુજબ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી જે મંજૂર કરવામાં આવતા બુટલેગર સ્વરૂપારામ જાટને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ. એચ. ઝાલા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં ઝડપાયેલ સ્વરૂપારામ અદેરામ જાટની અટકાયત કરી હતી સ્વરૂપારામ જાટ અવાર નવાર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અંગેની ગુનાહિત પ્રવૃત્તિ કરવા ટેવાયેલો હોય તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવતા રીઢા બુટલેગરના ગુન્હાનોની ગંભીરતા સમજી પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવા હુકમ કરતા એલસીબીએ રાજસ્થાની બુટલેગર ને ડિટેઇન કરી વડોદરા જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો



