Some Populer Post

  • Home  
  • હિંમતનગરમાં ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ: મેરેજ બ્યુરોના બહાને લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવતા 4 ઝડપાયા, 5 મહિલા આરોપી ફરાર
- Top News

હિંમતનગરમાં ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ: મેરેજ બ્યુરોના બહાને લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવતા 4 ઝડપાયા, 5 મહિલા આરોપી ફરાર

[…]

WhatsApp Image 2026 03 08 at 4.02.35 AM

હિંમતનગર: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના બહાને યુવકોને છેતરતી “લૂંટેરી દુલ્હન” ગેંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ આવી જ એક ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું છે. હિંમતનગર પોલીસે કાર્યવાહી કરીને આ ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે હજુ પાંચ મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.

માહિતી મુજબ હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં રહેતા એક પરિવારે પોતાના ઘરે જ “દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો” નામથી મેરેજ બ્યુરો શરૂ કર્યું હતું. આ મેરેજ બ્યુરો મારફતે તેઓ લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવતા અને બાદમાં બોગસ લગ્ન કરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા.

આ ગેંગ પહેલા યુવકો સાથે યુવતીના લગ્ન કરાવતી અને થોડા દિવસ બાદ કોઈને કોઈ બહાનું બનાવી યુવતીને પિયર મોકલી દેતી અથવા તો છૂટાછેડા માટે દબાણ કરતી. કેટલાક કિસ્સામાં યુવકોને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપીને પણ પૈસા પડાવવામાં આવતા હતા. છૂટાછેડા બાદ એ જ યુવતીને ફરીથી અન્ય યુવક સાથે લગ્ન કરાવી ગેંગ ફરીથી રૂપિયા વસૂલતી હોવાનો ખુલાસો થયો છે.

આ સમગ્ર મામલે હિંમતનગરના એક યુવક સાથે છેતરપિંડી થતાં તેણે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ચાર જેટલા યુવકો આ ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર તરીકે મનોજભાઈ બાબુલાલ સોની અને તેમની પત્ની કવિતાબેન મનોજભાઈ સોની સહિત કુલ નવ લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ડીવાયએસપી એ.કે. પટેલે જણાવ્યું હતું કે આ ગેંગ દ્વારા હિંમતનગર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ કેટલા યુવકો સાથે આવી છેતરપિંડી આચરવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે. સાથે જ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તેની દિશામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે લોકોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે લગ્ન માટે મેરેજ બ્યુરો અથવા અજાણ્યા માધ્યમો પર વિશ્વાસ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી જોઈએ જેથી આવી છેતરપિંડીથી બચી શકાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page