Some Populer Post

  • Home  
  • મોડાસા શહેરમાં શબ્દસેતુ સાહિત્યિક સંસ્થાના સર્જકો દ્વારા સર્જક મિલન યોજાયું
- ગુજરાત

મોડાસા શહેરમાં શબ્દસેતુ સાહિત્યિક સંસ્થાના સર્જકો દ્વારા સર્જક મિલન યોજાયું

[…]

IMG 20260312 WA0512 scaled

અરવલ્લી જીલ્લાના મોડાસામાં શબ્દસેતુ સંસ્થાના ઉપક્રમે મોડાસીયા કડવા પાટીદાર છાત્રાલયમાં યોજાયેલા સર્જક મિલન કાર્યક્રમમાં નવોદિત કવિઓની નવીન રચનાઓ રજૂ કરવામાં આવી. આ પ્રસંગે શબ્દસેતુ સંસ્થાના પ્રમુખ ડો. સંતોષ દેવકર અને મંત્રી શ્રી કાદરઅલી સૈયદ દ્વારા સૌને ઉમળકાભેર આવકાર્યા હતા. આ પ્રસંગે સાહિત્યિક રચનાઓ, મુક્તકો, ગઝલો અને ગીતો રજૂ થયા. જેને ઉપસ્થિત શ્રોતાઓએ મનભરીને માણ્યા. સંગીત પ્રેમી શ્રી સુરેશભાઈ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિત રહી અને તેઓશ્રીએ નવોદિત કવિઓનું શાલ દ્વારા સન્માન કરી ધન્ય બન્યા હતા

સર્જક મિલનમાં ઉપસ્થિત અશ્વિનકુમાર રાઠોડ
યુવરાજ ડામોર, ઉમેશ શાહ,મયુરભાઈ બુટાલા
મિતુલ પટેલ,કે. ચંદ્રરાવ,ક્રિષ્ના પટેલ,ગૌરવ શાહ,મધુસૂદન વ્યાસ,કવિ અરવિંદ ગજ્જર
રમણલાલ સોની ટીંટોઈ,ડૉ. પિનાકિન પંડ્યા,
ધર્મેન્દ્ર ત્રિવેદી,સેજલબેન ઠેકડી એ પણ આગવી શૈલીમાં રચનાઓથી સૌ આનંદીત થયા હતા

મોડાસાના મુર્ધન્ય કવિ અરવિંદભાઈ ગજ્જર, સેજલબેન ઠેકડી, સ્વાતિબેન દેવકર, તન્વી કડિયા, ડોક્ટર પિનાકીન પંડ્યા, મધુસુદન વ્યાસ અશ્વિનભાઈ ગૌરવ શાહ દ્વારા પણ આગવી શૈલીમાં સુંદર કૃતિ રજુ કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા કવિયત્રીઓ એ પણ એક પછી એક રચનાઓ રજૂ કરી હતી સભાના સુંદર સંચાલનમાં ગૌરવ શાહ દ્વારા આગવી શૈલીમાં સફળ એન્કરીંગ કરવામાં આવ્યું હતું આજની સર્જક મિલનની સફળતાનાં સહભાગી થઈ સૌએ ધન્યતા અનુભવી હતી. સલાહ સમિતિ ના સભ્ય કિશોરભાઈ શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને વારંવાર સર્જક મિલન રચાય તેની શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂર્વ પ્રમુખ ડોક્ટર જીગ્નેશ સુથારે શુભેચ્છા પાઠવી હતી. અંતે ડોક્ટર કિરણભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page