Some Populer Post

  • Home  
  • અરવલ્લી : LCBએ હરિયાણાના બુટલેગરને ઘરેથી અને રાજસ્થાની બુટલેગરને ઉદેપુર હોસ્પિટલમાંથી ઉઠાવી લીધા
- ક્રાઇમ

અરવલ્લી : LCBએ હરિયાણાના બુટલેગરને ઘરેથી અને રાજસ્થાની બુટલેગરને ઉદેપુર હોસ્પિટલમાંથી ઉઠાવી લીધા

[…]

20260314 185700

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ જીલ્લા પોલીસમથકોમાં પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા પોલીસતંત્રને સખ્ત સુચનાને પગલે પોલીસ બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સના આધારે બુટલેગરોને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે જીલ્લા LCBએ હરિયાણા ભાજલકા ગામના બુટલેગરને ઘરમાં આરામ ફરાવતો દબોચી લીધો હતો અને રાજસ્થાનના બસ્સીમાં રહેતા વોન્ટેડ બુટલેગરને ઉદેપુર ગીતાંજલિ હોસ્પિટલમાંથી ઝડપી પાડી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે વોન્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા પર પ્રાંતીય વિસ્તારોમાં તપાસનો દોર શરૂ કરી બાતમીદારો સક્રિય કરતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન અને વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો રાહુલ ઉર્ફે શાહુન ફારૂન મેવ (રહે, ભાજલકા,નહું,હરિયાણા) નામનો બુટલેગર ઘરે હોવાની બાતમી મળતા એલસીબીની ટીમ તાબડતોબ બુટલેગરના ગામમાં પહોંચી વોચ ગોઠવી ત્રાટકી બુટલેગરને આરામ કરતો દબોચી લેતા બુટલેગર અને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અન્ય એક મેઘરજ પોલીસ સ્ટેશનમાં બે પ્રોહિબિશનના ગુન્હામાં મેઘરજ પોલીસને હાથતાળી આપતો વોન્ટેડ બુટલેગર દિપક લલિત જોષી (રહે,જૈન મહોલ્લા,બસ્સી-રાજસ્થાન) ઉદેપુર ગીતાંજલિ હોસ્પિટલમાં આવવાનો હોવાની એલસીબી ટીમને બાતમી મળતા ગીતાંજલિ હોસ્પિટલની આજુબાજુ અને હોસ્પિટલની અંદર પોલીસ ગોઠવાઈ ગઈ હતી બુટલેગર દીપક જોશી આવતા ઝડપી પાડતા બિન્દાસ્ત ફરતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા બંને બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page