શામળાજી નજીક ૯ કરોડથી વધુનો જપ્ત કરાયેલ વિદેશી દારૂ પર રોડ રોલર ફરી વળ્યું
અરવલ્લી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ઝડપાયેલ વિદેશી દારૂ ના જથ્થાને અરવલ્લી પોલીસ વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા
નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કુલ ૩૦૪ જેટલા પ્રોબિશન ના ગુન્હાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા ડિવિઝન ના ૬ પોલીસ સ્ટેશન હેઠળ જપ્ત કરાયો હતો વિદેશી દારૂ અરવલ્લી જિલ્લા SDM ની અધ્યક્ષતા સાથે Dysp, ૭ p.i ૭ p.s.i તથા ૬૫ જેટલા પોલીસ જવાનોની ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ હતી મોડાસા ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા સમયાંતરે જપ્ત કરાયેલા વિદેશી તથા દેશી દારૂ ના જથ્થાનો નિકાલ કરવા માટે નામદાર કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો



