Some Populer Post

  • Home  
  • મત્સ્યોધ્યોગ કચેરીમાં ભ્રષ્ટાચાર નથી થતો ? તાપી માં મદદનીશ અધિકારી ACBના છટકામાં ઝડપો
- ગુજરાત

મત્સ્યોધ્યોગ કચેરીમાં ભ્રષ્ટાચાર નથી થતો ? તાપી માં મદદનીશ અધિકારી ACBના છટકામાં ઝડપો

[…]

WhatsApp Image 2026 03 16 at 8.28.17 PM

તાપી જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાર્યવાહી અંતર્ગત એક વધુ સરકારી કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં ઝડપાયો છે. મળતી માહિતી મુજબ ઉકાઈ ખાતે આવેલી મદદનીશ મત્સ્યોધ્યોગ કચેરીમાં ફરજ બજાવતા તેજસ રમેશભાઈ ચૌધરીને રૂ. 6,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત એક લાભાર્થીને મળવાપાત્ર સબસિડીની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ આરોપી અધિકારીએ લાંચની માંગણી કરી હતી. લાભાર્થીએ આ અંગે ACBનો સંપર્ક કરતા ટીમ દ્વારા પૂર્વ આયોજન સાથે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. આ ટ્રેપ દરમિયાન તેજસ ચૌધરી લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેમને ઝડપી લીધા હતા. આ ઘટનાને કારણે મત્સ્યોધ્યોગ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જેવી લોકકલ્યાણકારી યોજનાઓમાં પણ ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સરકાર દ્વારા લાભાર્થીઓને સીધી સહાય પહોંચાડવાનો હેતુ હોવા છતાં વચ્ચે કેટલાક લાંચિયા તત્વો આ પ્રક્રિયાને કલંકિત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page