રાજ્યના હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં વહેલી સવારે આકાશે વાદળો ઘેરાવાની સાથે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા ધૂળિયું વાતાવરણ થઇ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વાદળછાયું વાતાવરણ અને ભારે પવનના પગલે વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાતા જનજીવનને અસર થઇ હતી બનાસકાંઠાના ડીસા પંથકમાં વરસાદ ખાબક્યો હતો ખેતરમાં ઉભા પાકને કમોસમી વરસાદના પગલે નુકશાન થતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં ભારે ફેરબદલ જોવા મળી હતી સુસવાટા મારતા ભારે પવનથી ચોતરફ આંધી અને ધુળની ડમરીઓ ઉડી હતી જોકે થોડા સમય પછી પવન થંભી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આકાશે વાદળોની ગેરાબંદીના પગલે ખેતરમાં લહેરાઈ રહેલ ઘઉં, મકાઈ,જીરું, ચણા સહિતના પાકમાં નુકશાન થવાનો ભીતિ પેદા થતા ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ જવાના ડરના પગલે ખેડૂત પરિવારો ચિંતિત બન્યા છે કુદરત સામે ભુમીપુત્રો લાચારી અનુભવી રહ્યા છે સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે
ખેતી પાકો પર જોખમ
તેજ પવન અને કવખતના વરસાદને કારણે ઊભા પાક, ખાસ કરીને ઘઉંના પાકને જમીનદોસ્ત થવાની ભીતિ છે. આ ઉપરાંત, આંબા ના પાકમાં અત્યારે ‘મોર’ (ફૂલ) આવવાની સિઝન હોવાથી, પવનને કારણે મોર ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાક રક્ષણના આગોતરા પગલાં લેવા અનુરોધ કર્યો છે.



