28.7 C
Gujarat
Tuesday, July 21, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી નજીક કાર પલટી જતા હાઈવે પર દારૂની બોટલો ખખડી,...

અરવલ્લી : શામળાજી નજીક કાર પલટી જતા હાઈવે પર દારૂની બોટલો ખખડી, ‘અકસ્માતે’ દારૂબંધીને ઉજાગર થઈ

0
15

શામળાજીના નવાગામ નજીક અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૪૮ પર રાત્રીના સુમારે દારૂ ભરેલી લક્ઝુરિયસ કાર ડિવાઈડર પર ચઢી પલ્ટી ખાઈ જતા રોડ પર દારૂની બોટલો વેરવિખેર થઈ હતી દારૂની બોટલો ફૂટી જતા દારૂની રેલમછેલ જોવા મળી હતી અકસ્માત સમજીને મદદ માટે દોડી આવેલું ટોળું કારમાં વિદેશી દારૂની ઠસોઠસ દારૂની બોટલો જોઈ ચોંકી ઉઠ્યા હતા કાર ચાલક બુટલેગર ફરાર થઈ ગયો હતો શામળજી પોલીસ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી પસાર થતી લક્ઝુરિયસ કાર ચાલકે નવા ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડ રોડ પર ખાબકતા અકસ્માત સર્જાયો હતો કારના બોનેટનો બુકડો થઈ ગયો હતો બુટલેગર કારમાંથી બહાર નીકળી ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો જોવા મળતા લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી દારૂ ભરેલી કારનો અકસ્માત થતા શામળાજી પોલીસ હોંફાળી ફોંફાળી બની સ્થળ પર દોડી દારૂ ભરેલી કારને રોડ પરથી ખસેડી કારમાં રહેલ દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની સૂત્રો પાસેથી જાણકારી મળી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!