32.6 C
Gujarat
Monday, August 3, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ 2.62 લાખનો શરાબ ભરેલી કાર અને પાયલોટીંગ કરતી...

અરવલ્લી : LCBએ 2.62 લાખનો શરાબ ભરેલી કાર અને પાયલોટીંગ કરતી કાર સાથે ચાર બુટલેગરોને દબોચ્યા

0
39

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લાના માર્ગો પરથી દેશી-વિદેશી દારૂની અને નશીલા પદાર્થો ની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે માલપુર પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી કારમાંથી 9.90 લાખનો વિદેશી દારૂ ઝડપી લેતા પોલીસતંત્ર વધુ સતર્ક બની જીલ્લાના માર્ગો પર પેટ્રોલિંગ વધારી દીધું છે માલપુર પંથકના રાજસ્થાન અને મહીસાગર જીલ્લાને જોડતી સરહદો મારફતે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડી રહ્યા હોવાની બૂમો ઉઠી છે

અરવલ્લી LCB પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે
માલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગ દરમિયાન બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાનમાંથી આઈ-૨૦ કારમાં દારૂ ભરેલી સ્વિફ્ટ ડિઝાયર કારનું પાયલોટીંગ કરી બુટલેગરો મેઘરજ અને માલપુર થઈ સોમપુર ચોકડીથી ધનસુરા તરફ પસાર થવા અંગેની બાતમી મળતા એલસીબી પોલીસ સતર્ક બની સાતરડા ગામ નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી દીધી હતી

એલસીબી પોલીસની નાકાબંધીથી અજાણ દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરતી બાતમી આધારિત આઈ-૨૦ કારને ઝડપી લેતા પુરપાટ ઝડપે આવતી દારૂ ભરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અટકાવવા પોલીસે વાહનોની આડાશ કરતા કારમાં રહેલા બુટલેગર કાર રોડ પર મૂકી અંધારામાં ફરાર થઈ જતા પોલીસ સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ – 887 કિં.રૂ.2.62 લાખ તેમજ બે કાર અને ચાર મોબાઈલ મળી કુલ.રૂ.13.02 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પાયલોટીંગ કારમાંથી રાજસ્થાન બીંછીવાડાના ૧)શૈલેષ મોઘાજી ડામોર, ૨)ભાવેશ વિશ્રામ તરાલ, ૩)અજય મગન બરાંડા,૪)સુશીલ રામા ખરાડી નામના બુટલેગરોને દબોચી લઈ દારૂ ભરેલી કાર રોડ પર મૂકી ફરાર બુટલેગર સંજય ખરાડી (ભુવાલી) અને મહેશ વિરજી ડામોર (રહે,કેશરીયાજી) સામે પ્રોહિબિશનનો ગુન્હો માલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!