32.6 C
Gujarat
Monday, August 3, 2026
Home ગુજરાત મોડાસા રોટરી કલબ ગુજરાત રાજસ્થાન ડી ૩૦૫૫ માં અવ્વલ

મોડાસા રોટરી કલબ ગુજરાત રાજસ્થાન ડી ૩૦૫૫ માં અવ્વલ

0
37

રોટરી ક્લબ મોડાસાના પ્રમુખ રોટે કમલેશ પટેલ અને મંત્રી સુનીલ પંચાલ ધ્વારા એક વર્ષમાં 151 લોક ઉપયોગી કાર્યક્રમ કરી અને પ્રથમ વર્ષ દરમિયાન પાંચ પરમેનેન્ટ પ્રોજેક્ટ કરી સેવાની ભેખધરી છે મોડાસા રોટરી કલબે અંતીમ વિસામો,રોટરી હોલ,રોટરી ભોજનાલય, રોટરી અસ્થી બેંક અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રોટરી પોલીસ ચોકી જેવા કાયમી પ્રોજેક્ટ શહેરીજાનો માટે ખુલ્લા મુક્યા છે

રોટરી કલબે જીલ્લાની મોટાભાગની શાળામાં મેન્ટલ હેલ્થ સર્વરોગ નિદાન કેમ્પ, સર્વાઈકલ કેન્સર જેવા અનેક સેવાકીય કેમ્પ કરી અનેક શાળાઓમાં શિયાળાની ઠંડીથી બાળકોને ગરમ કપડાંની હૂંફ આપી છે ચોમાસામાં રેઇન બસેરા માં રહેતા લોકો અને બહેરા મૂંગા શાળાના બાળકોને મીઠાઈ વિતરણ કર્યું હતું જેને પગલે શાબશીયા એવોર્ડ નાઈટ આબુરોડ ખાતે ક્લબ મોડાસા ને બેસ્ટ ક્લબ,બેસ્ટ સેક્રેટરી બેસ્ટ પરમેનેન્ટ પ્રોજેક્ટ સાથે સાથે માત્ર ૮૦.૦૦ માં ભરપેટ ભોજન અને બેસણા માટે રોટરી હોલ જેવા અનેક સેવાકીય કાર્યો કરી ગવર્નર નિગમભાઈ ચૌધરીએ સેવા ની કદર કરી રોટરી ક્લબ મોડાસા ને ૧૬ એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા
બે વર્ષથી સુષુપ્ત આવાસ્થમાં રહેલી આ વર્ષે રોટરી કલબે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ક્રિટિકલ કેર યુનિટ ચાલુ કરવા ઇન્ટરનેશનલ રોટરી ક્લબમાં એક કરોડની સહાય માટે તજવીજ હાથધરી છે તેમજ

અગામી દિવસો માં બહેરા મુંગા બાળકો માટે ખાસ પ્રોજેક્ટ કરી રોટરી દુનીયા માં મોડાસા નું નામ ગુંજતું થશે રોટરીયન કમલેશ પટેલ ધ્વારા જણાવ્યું કે એવરી સન્ડે સાયકલિંગ એવરી ટ્યુજડે ફોર રોટરી ના નારા સાથે આવનાર પ્રમુખ સુનીલ પંચાલ હિમાંશુ પટેલ અને સમગ્ર ટીમ ને પુરા જોશ થી તન મન અને ધન થી જોડે રહેવા ની ખાત્રી આપી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!