અરવલ્લી જીલ્લા કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના માટે પસંદ કરાયેલી જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોને જરૂરી અને વિગતવાર સૂચનાઓ આપી હતી. કેન્દ્રીય વિદ્યાલય માટે જગ્યા પસંદ કરવાની પ્રક્રિયા અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય બનાવવા માટે જમીનની ફાળવણી અંગે સ્થળ પર જ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન જિલ્લાના વિકાસ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
અરવલ્લી જીલ્લા કલેક્ટર મિલિન્દ બાપાનાએ કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના માટે જરૂરી તમામ કાર્યવાહીને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો. વિભાગોને સૂચના આપતાં કહ્યું હતું કે જગ્યાની પસંદગી અને ફાળવણીની પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય અને કોઈપણ પ્રકારની વિલંબ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું
આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ સાથે પણ મુલાકાત કરીને જિલ્લાના જરૂરી તથા મહત્વના રસ્તાઓના સમારકામ માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે રસ્તાઓની સારી સ્થિતિ જિલ્લાના નાગરિકો માટે અત્યંત આવશ્યક છે, જેથી તેમને રોજિંદા જીવનમાં સરળતા અને સુવિધા મળી રહે.આ મુલાકાત અને સૂચનાઓથી કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના તરફ સકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને જિલ્લાનું મૂળભૂત માળખાકીય વિકાસ વધુ મજબૂત બને તે માટે કલેક્ટરની આ પહેલ અત્યંત મહત્વની છે. રસ્તાઓના સમારકામથી જિલ્લા વાસીઓને આવાગમનમાં સરળતા મળશે તેમજ સામાન્ય જનતાને રોજિંદા કાર્યોમાં અનુકૂળતા રહેશે. આ તમામ કાર્યવાહી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સકારાત્મક પરિણામ લાવશે તેવી અપેક્ષા છે. કલેક્ટરશ્રીની આ મુલાકાત અને સૂચનાઓથી વિભાગોમાં કાર્યક્ષમતા વધશે અને જિલ્લાના નાગરિકોને વધુ સારી સેવાઓ મળી રહેશે.






