28.2 C
Gujarat
Monday, August 10, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાના આશાસ્પદ તબીબે સુરત નવી સિવિલ બોયઝ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ...

અરવલ્લી : મોડાસાના આશાસ્પદ તબીબે સુરત નવી સિવિલ બોયઝ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ લેતા પરિવાર પર આભ તૂટ્યું

0
257

મોડાસા શહેરની કૃષ્ણપ્રિયાચર્યા સોસાયટીમાં રહેતા અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમડી માઈક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબ તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.હર્ષ સુભાષભાઈ પંડ્યા નામના આશાસ્પદ યુવાન તબીબે અગમ્ય કારણોસર કેમ્પસમાં આવેલ પીજી હોસ્ટેલમાં તેમની રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી ભારે ચકચાર મચી છે આત્મહત્યાને પગલે ખટોદરા પોલીસ અને સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તબીબે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.મોડાસાથી પરિવારજનો સુરત સિવિલમાં પહોંચી આક્રંદ કરી મૂકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી

મોડાસા શહેરની કૃષ્ણપ્રિયાચર્યા સોસાયટીમાં રહેતા અને
સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના અને ધનસુરા સીએચસી સુપ્રિટેન્ડન્ટ નામાંકિત સર્જન ડૉ.સુભાષ પંડ્યાનો પુત્ર ડૉ. હર્ષ પંડ્યા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં
માઈક્રોબાયોલોજી વિભાગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા કેમ્પસમાં આવેલ બોયઝ હોસ્ટેલમાં રહેતા હતા ડૉ.હર્ષ પંડ્યા પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતાં સિનિયર તબીબે તેમને ફોન કર્યો હતો. જોકે, તેમનો ફોન બંધ આવતો હોવાથી તેમના સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવાનું જણાવતા સાથી તબીબ જ્યારે પીજી હોસ્ટેલના રૂમ પર પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. કાફલાએ બૂમો પાડી દરવાજો ખોલાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે સિક્યુરિટી સ્ટાફની મદદથી દરવાજો તોડવામાં આવતાં અંદર ડૉ. હર્ષનો મૃતદેહ સીલિંગ ફેન સાથે દોરીથી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.

મોડાસા શહેરમાં આશાસ્પદ તબીબ યુવક ડૉ.હર્ષ પંડ્યા અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ હતી હંમેશા હસમુખા સ્વભાવના તબીબની આત્મહત્યાના પગલે પંડ્યા પરીવારનો કુલદીપક બુઝાયો હતો ડૉ.હર્ષ પંડ્યાએ જીવન લીલા સંકેલી લેતા સુરત
ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામા હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!