28.2 C
Gujarat
Monday, August 10, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસાની સિમલા હોટલ પાછળ ધમધમતા જુગારધામ પર ટાઉન પોલીસ ત્રાટકી...

અરવલ્લી : મોડાસાની સિમલા હોટલ પાછળ ધમધમતા જુગારધામ પર ટાઉન પોલીસ ત્રાટકી 4 શકુનીઓને દબોચ્યા

0
2

અરવલ્લી જીલ્લામાં જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી જુગાર રમતા શકુનિઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલી સિમલા હોટલ પાછળ ખુલ્લા મેદાનમાં હારજીતની બાજી માંડી શકુનિઓ જુગાર રમતા હોવાની બાતમી મોડાસા ટાઉન પોલીસને મળતા તાબડતોડ સ્થળ પર પહોંચી મેદાનને કોર્ડન કરી રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી પોલીસે ચાર જુગારીઓને અગિયાર હજારથી વધુની રોકડ રકમ સાથે દબોચી લીધા હતા પાંચ શકુનિઓ ફરાર થઈ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા ટાઉન પીઆઇ રોહિત ચૌધરી અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા હજીરામાં આવેલી સિમલા હોટલ પાછળ ખુલ્લા મેદાનમાં શકુનિઓ ટોળું વળી જુગાર રમતા હોવાની બાતમી મળતાં પોલીસ બાતમી સ્થળે પહોંચી હતી કુંડાળું વળી જુગાર રમવામાં વ્યસ્ત બનેલા ખેલીઓને પોલીસ રેડની ખબર પડતા નાસભાગ મચી હતી પોલીસે સ્થળ પર હારજીતની બાજી લગાવી બેઠેલા ૧)
ગોપીચંદ વસંત સુવેરા,૨)શૈલેષ રામા બરંડા,૩)દિનેશ લક્ષ્મણ ખાંટ (ત્રણે રહે,સર્વોદય નગર) અને સુનીલ શના વાઘેલા (રહે, કડિયાવાડા)ને દબોચી લઈ હારજીત પર લગાડેલ અને શકુનિઓની અંગજડતી લેતા રૂ.૧૧૩૧૦/- રોકડા અને બે ટુ વ્હીલર મળી કુલ.રૂ.૪૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી
પોલીસ રેડ દરમિયાન ફરાર થઈ ગયેલ મોડાસા સર્વોદય નગર વિસ્તારમાં રહેતા ૧)જે.ડી.વણઝારા, ૨)નીકુ વસાવા,
૩)કરણ ડામોર, ૪)અજય રાવળ અને અન્ય બાઈક નંબરના આધારે બાઈક ચાલક સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!