30.6 C
Gujarat
Tuesday, August 18, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનમાંથી ઉઠાવ્યો,એક બુટલેગરને રાજેન્દ્રનગર ચોકડીથી દબોચ્યો

અરવલ્લી : LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનમાંથી ઉઠાવ્યો,એક બુટલેગરને રાજેન્દ્રનગર ચોકડીથી દબોચ્યો

0
66

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વોન્ટેડ બુટલેગરોને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે એલસીબી પોલીસે ત્રણ જીલ્લાની પોલીસને હંફાવતા રાજસ્થાન બોરકાપાણીના બુટલેગરને તેના ઘરેથી ઝડપી લીધો હતો ધનસુરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ પરપ્રાંતિય બુટલેગરને રાજેન્દ્રનગર ચોકડી નજીકથી ઝડપી પાડી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા બુટલેગરોને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી રાજસ્થાનમાં પડાવ નાખતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના ગુન્હામાં વોન્ટેડ કાલિદાસ ચુનીલાલ જોષીયારા ઘરે હોવાની બાતમી મળતા ત્રાટકી દબોચી લીધો હતો અરવલ્લી,સાબરકાંઠા અને મહેસાણા જીલ્લા પોલીસને હંફાવતા બુટલેગર કાલિદાસ પોલીસ પકડમાં આવી જતા મોતિયા મરી ગયા હતા ધનસુરા પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ બુટલેગર કૈલાશ હૂકમારામ જાટ (રહે,વિષ્ણુનગર,જાલોરા-રાજસ્થાન) રાજેન્દ્રનગર ચોકડી નજીક ટહેલતો હોવાનો બાતમી મળતા એલસીબી ટીમ તાબડતોડ રાજેન્દ્રનગર ચોકડી પહોંચી કૈલાશ જાટને ઝડપી લેતા બુટલેગર ચોંકી ઉઠ્યો હતો એલસીબી પોલીસે વોન્ટેડ બુટલેગરોને ઝડપી લેતા અન્ય બુટલેગરોમાં ફફડાટ વાપ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!