અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વરલી મટકાના સ્ટેન્ડ ધમધમી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે મોડાસા ટાઉન પોલીસે બાગેનિશાદ સોસાયટીમાં રહેણાંક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ખેલીઓ પર ત્રાટકતા ભારે નાસભાગ મચી હતી પોલીસે ત્રણ શકુનીઓને 17 હજારથી વધુની રોકડ સાથે દબોચી લીધા હતા 6 વાહન સ્થળ પર મૂકી 10 જુગારીઓ ફરાર થઈ જતા પોલીસે 5.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા બાગેનિશાદ સોસાયટીમાં રહેણાંક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત સ્થળે રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી પોલીસે હારજીતની બાજી માંડી બેઠેલા મોહસીનખાન આબિદખાન પઠાણ (રહે,ધોબીઢાળ) ,ફારૂક યુસુફમિયા ચૌહાણ અને નાઝીમ રફીક શેખ (બંને. રહે,ઇન્દિરા નગર)ને દબોચી લઈ હારજીતના દાવ પર લગાડેલ અને અંગજડતી દરમિયાન મળી આવેલ રૂ.૧૭૩૫૦/- તેમજ ત્રણ મોબાઇલ અને બાઈક તેમજ એક્ટિવા નંગ-૬ મળી કુલ.રૂ.૫.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર દસ આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
INBOX :- ફરાર જુગારીઓ કોણ કોણ નામ વાંચો..!!
૧)તોફીક બરોડીયા
૨)શાહરુખ કુરેશી
૩) પરવેજ
૪)તાલિબહુસેન
૫)જાફરમિયા શેખ
૬)અયાન સલીમ ચિશ્તી (રહે,શાહે આલમ સોસાયટી)
૭)મુસ્તાકહુસેન ઉર્ફે લાલિયો ડુંગરી (મલેકવાડા)
૮)ઈરફાન આબિદહુસેન ચિશ્તી (રહે,નૂરાની સોસાયટી)
૯)ઈબ્રાહિમ ઉર્ફે અભુડી (રહે,વ્હોરવાડ)
૧૦)બબ્બન ઉર્ફે ભૂરિયો બેલીમ (બેલીમવાડા)





