29.9 C
Gujarat
Tuesday, August 18, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો, 952 લાભાર્થીઓનું...

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો, 952 લાભાર્થીઓનું સ્ક્રિનિંગ

0
109

અરવલ્લી જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની રાહબરી હેઠળ તાલુકા કક્ષાના સ્ટાફ, મેડિકલ ઓફિસરો તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાલુકાના 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ કાર્યરત 17 આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે બિનચેપી રોગોની સ્ક્રીનિંગ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન હાયપરટેન્શન, ડાયાબિટીસ, ઓરલ કેન્સર, સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ કરવામાં આવી હતી. કુલ 952 લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં 875 લાભાર્થીઓ 30 વર્ષથી વધુ ઉંમરના હતા. તપાસ દરમિયાન નવા 27 હાયપરટેન્શન અને 23 ડાયાબિટીસના દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે અગાઉથી હાયપરટેન્શન ધરાવતા 157 અને ડાયાબિટીસના 121 દર્દીઓ પણ કેમ્પમાં તપાસ માટે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત 1 શંકાસ્પદ ઓરલ કેન્સર અને 3 શંકાસ્પદ સ્તન કેન્સરના કેસ મળી આવ્યા હતા. શંકાસ્પદ દર્દીઓને વધુ તપાસ અને સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા બિનચેપી રોગોની વહેલી ઓળખ અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી આવા સ્ક્રીનિંગ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!