26.4 C
Gujarat
Tuesday, October 20, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : પેટ્રોલ મોઘું થતા મોડાસા શહેરમાં લબરમુછીયા પેટ્રોલ ચોરવા મજબૂર બન્યા…!!...

અરવલ્લી : પેટ્રોલ મોઘું થતા મોડાસા શહેરમાં લબરમુછીયા પેટ્રોલ ચોરવા મજબૂર બન્યા…!! ઘટના CCTVમાં કેદ

0
Screenshot

 

દેશમાં પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા હોવાથી પેટ્રોલ અને ડીઝલની ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે લબરમુછિયા યુવાનો મોજશોખ અને રખડવા માટે પેટ્રોલ ચોરી કરતા ખચકાટ અનુભવતા નથી મોડાસા શહેરમાં ગરબા રમવા નીકળેલા ત્રણ સગીરો જૈન દેરાસર પાસે વિશાનીમા પંચની વાડી નજીક પાર્કિંગ કરેલી બે બાઈક માંથી પેટ્રોલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થતા પેટ્રોલ ચોરીની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ત્રણ સગીરોની માનસિકતા સામે અનેક સવાલ પેદા થયા છે

 

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પાર્ક કરેલી બાઈકમાંથી પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી છે. જૈન દેરાસર પાસે વિશાનીમા પંચની વાડી નજીક પાર્ક કરેલી બાઈકમાંથી પેટ્રોલની ચોરી કરતા ત્રણ શખ્સો CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.મળતી વિગતો મુજબ, મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ પાર્ક કરેલી બાઈકમાંથી પેટ્રોલની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સામે આવેલા દૃશ્યોમાં શખ્સો બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતા જોવા મળ્યા હતા

મોડાસા શહેરમાં વાહનમાંથી પેટ્રોલ ચોરીની ઘટનાને પગલે
વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. જાહેર સ્થળોએ પાર્ક કરેલાં વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરતી પ્રવૃત્તિઓ સામે રોક લગાવવા અને CCTV ફૂટેજના આધારે શખ્સોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્ર સમક્ષ માંગ ઊઠી છે.હાલ આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અને શખ્સોની ઓળખ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!