30.8 C
Gujarat
Thursday, September 17, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસામાં અંબાજી જતા પદયાત્રીઓ માટે પત્રકાર મિત્રોનો સતત પાંચમા વર્ષે...

અરવલ્લી : મોડાસામાં અંબાજી જતા પદયાત્રીઓ માટે પત્રકાર મિત્રોનો સતત પાંચમા વર્ષે વિસામો

0

અરવલ્લી જિલ્લામાં અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામા શરૂ થયા છે. મોડાસા શહેરના શામળાજી રોડ પર જીલ્લા સેવા સદન સામે અરવલ્લી જિલ્લા ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા સતત પાંચમા વર્ષે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વિસામામાં પત્રકાર મિત્રો પદયાત્રીઓની સતત ખડેપગે સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે

 

 

અરવલ્લી જિલ્લા ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન સંચાલિત વિસામાનું ઉદ્ઘાટન મંત્રી પી. સી. બરંડાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી પી. સી. બરંડાએ કેમ્પ ખાતે પહોંચેલા પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પદયાત્રીઓને ખીચડી પીરસી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મીડિયા એસોસિએશન પ્રમુખ શૈલેશ પંડ્યા,ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

 

વિસામા ખાતે પદયાત્રીઓ માટે ખીચડી, બટાકા પૌઆ, ચા અને શરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ સેવા, મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ થાકેલા પદયાત્રીઓ માટે આરામ કરવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.અંબાજી જતા પદયાત્રીઓ માટે માર્ગમાં આરામ અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી આયોજિત આ સેવા કેમ્પમાં મીડિયા એસોસિએશનના સભ્યો દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે.

 

આ પ્રસંગે પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે પણ ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી હતી. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર પણ સેવા કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા.સતત પાંચમા વર્ષે આયોજિત આ વિસામા થકી અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓને રસ્તામાં આરામની સાથે ભોજન, પીણું અને આરોગ્યલક્ષી સેવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!