અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે લોકો સાથે માનવીય અભિગમ દાખવી રહી છે ખાખીને સલામ કરવાનું મન થાય તેમ રસ્તે રઝળતા લોકો અને જરૂરિયાતમંદ પરિવારો માટે સ્વજન બની હૂંફ આપી રહી છે
રાજસ્થાનનું એક બાળક અણસોલ ચેકપોસ્ટ પર નિઃસહાય હાલતમાં રડતું જોવા મળતા શામળાજી પોલીસ બાળકની મદદે પહોંચી હૂંફ આપી બાળકને ભરપેટ ભોજન કરાવી તેનો ડર દૂર કરી હૈયાધારણા આપી તેના પરિવારનો સંપર્ક કરી મિલન કરાવતા પરિવારજનોની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા શામળાજી પોલીસની કામગીરીની સરાહના કરી હતી
રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અણસોલ ચેકપોસ્ટ નજીક શામળાજી PI એસ.એસ.માલ અને તેમની ટીમે વાહનોનું ચેકીંગ હાથધરતા સાયકલ સાથે ઉભેલું એક 11 વર્ષીય બાળક રડતું અને ગભરાઈ ગયેલી હાલતમાં જોવા મળતા પોલીસ બાળક પાસે પહોંચી બાળકને ચા નાસ્તો કરાવી સાંત્વના આપતા બાળક ડુંગરપુર જીલ્લાના ભુવાલી ગામનો હોવાનું અને સાયકલ લઇ શાળાએ જવાના બદલે પરિવારની જાણ બહાર અંબાજી મંદિરે નીકળી પડ્યો હોવાનું જણાવી ભૂલો પડ્યો હોવાનો અને પૈસા ના અભાવે ભૂખ્યો હોવાનુ જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી રાજસ્થાની બાળકને પોલીસે માનવતાની હૂંફ આપી હતી
શામળાજી પોલીસે ડુંગર પોલીસ અને સ્થાનિક લોકોનો સંપર્ક કરી ભૂલા પડેલા બાળકના પરિવારજનોને શોધી કાઢી તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટના અંગે જાણ કરતા પરિવારજનો તાબડતોડ શામળાજી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા ગુમ થયેલ બાળક અને તેના પરિવારજનો એક બીજાને ભેટી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા બાળકના પિતા કાનારામ ડામોરે પોલીસની સતર્કતાથી તેમનો પુત્ર હેમખેમ મળી આવતા આભાર વ્યક્ત કાર્યો હતો





