અરવલ્લી એલસીબી પોલીસે જીલ્લામાં સઘન પેટ્રોલીંગ હાથધરી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે લાલ આંખ કરી છે મેઘરજના ઇપલોડા ગામ નજીક ક્રેટા કારમાંથી દારૂ સહીત 10.90 લાખનો મુદ્દામાલ જપ્ત કાર્યો હતો તેમજ અરવલ્લી જીલ્લા સેવાસદન સામે તત્ત્વ કોમ્પ્લેક્ષ નજીકથી મોડાસા બસ સ્ટેન્ડ નજીકથી 11 મહિના અગાઉ બાઈક ચોરી બિન્દાસ્ત ફરતા માલપુર નવા હીરાટીંબા ફળિયાના જયંતિ ઉર્ફે પાયલો હરજી બારીયાને 40 હજારની ચોરીની બાઈક સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે મેઘરજ પોલીસ ટીમ સાથે રોલા ગામ નજીક નાકબંધી કરી વાહનોનું ચેકીંગ હાથધરતા પંચાલ ગામ તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ક્રેટા કારને અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે કાર ફુલસ્પીડે હંકારી મુકતા પોલીસે વાહનમાં ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગર ઇપલોડા ગામ નજીક રોડ સાઈડ કાર મૂકી ફરાર થઇ ગયો હતો પોલીસે બીન વારસી ક્રેટા કારમાંથી 3.90 લાખની 612વિદેશી દારૂ અને બિયર ટીન અને કાર મળી કુલ રૂ. 10.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા





