26.5 C
Gujarat
Friday, September 18, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : SOGએ NDPSના ગુન્હામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને મોડાસાથી ઝડપ્યો 

અરવલ્લી : SOGએ NDPSના ગુન્હામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને મોડાસાથી ઝડપ્યો 

0

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાના પગલે પોલીસતંત્ર ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી દોડાદોડી કરી રહી છે જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અમદાવાદ ડી.સી.બી પોલીસ સ્ટેશનના એનડી પીએસ ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી જયેશ પટેલને મોડાસાની આગમન સોસાયટી નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે મોડાસા શહેરમાં નાઈટ પેટ્રોલિંગ હાથધરી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા બાતમીદારો સક્રિય કરતા અમદાવાદના ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ અગાઉ નોંધાયેલા એનડીપીએસના ગુન્હાનો આરોપી જયેશ દોલાજી ઉર્ફે ઉદાજી પટેલ (જેઠોલા – માંડલી, રાજસ્થાન) મોડાસા બાયપાસ રોડ પર આવેલી આગમન સોસાયટી નજીક ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત સ્થળ પર પહોંચી જયેશ પટેલને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદ પોલીસને હાથતાળી આપનાર ડ્રગ માફિયા જયેશ પટેલના મોતિયા મરી ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!