અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરી નજીક ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસીએશન દ્વારા ભાદરવી પૂનમે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પદયાત્રાએ નીકળેલા માઈ ભક્તો સેવા માટે અત્યાધુનિક વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે પત્રકારોના વિસામાની જીલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ મુલાકાત લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પત્રકારો સાથે વિસામામાં પદયાત્રીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે ચર્ચા કરી પત્રકારોની સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા





