34.7 C
Gujarat
Tuesday, September 22, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : નકલી અધિકારી બનાવામાં કુખ્યાત કિરીટ અમીન મોડાસા ડે.મામલતદાર બન્યો, પોલીસે...

અરવલ્લી : નકલી અધિકારી બનાવામાં કુખ્યાત કિરીટ અમીન મોડાસા ડે.મામલતદાર બન્યો, પોલીસે દબોચ્યો 

0

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામનો કિરીટ અમીન નકલી ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીનુ રૂપ ધારણ કરી રાજ્યના અનેક વિસ્તારોમાં તોડ કરતા પકડાઈ જેલની હવા ખાઈ ચુક્યો છે નકલી અધિકારી બનાવામાં હથોટી બેસી ગઈ હોય જેલમાંથી છૂટ્યા પછી ફરીથી નકલી અધિકારી બની ખાનગી વાહન પર ગોવર્મેન્ટ ઓફ ગુજરાતના બોર્ડ ચિપકાવી વેપારીઓ પર રોફ જમાવી કાયદાનો ડર બતાવી રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો શરૂ કરે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી મોડાસાના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની ખોટી ઓળખ આપીને લોકોમાં રોફ જમાવતા કિરીટ અમીનને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

 

મોડાસા તાલુકા આરોગ્ય કચેરીમાં વર્ષ-2016 માં કોન્ટ્રાકટ બેજ પર ફરજ બજાવતો કિરીટ અમીન નકલી મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ કૌભાંડનો મુખ્ય આરોપી હતો એક હજાર થી ત્રણ હજાર સુધી રૂપિયામાં નકલી કાર્ડ બનાવી આપ્યા હતા નકલી કાર્ડમાં જેલની હવા ખાઈ ચૂકેલો કિરીટ અમીન વાક ચતુર્ય અને અધિકારી જેવો દેખાવને પગલે અનેક વાર નકલી પોલીસ અધિકારી, મામલતદાર સહીત રૂપ ધારણ કરી લોકો પાસેથી લાખ્ખો રૂપિયા ખંખેરી ચુક્યો છે

મોડાસાના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ખોટી ઓળખ આપી કિરીટ અમીન અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ વિસ્તારમાં લોકોમાં રોફ જમાવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો કિરીટ અમીનની તલાસી લેતા તેની પાસેથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનું લેમિનેશન કરેલું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ખુલાસો થયો છે કે આરોપી અગાઉ નકલી પોલીસના ગુનાઓમાં પણ પકડાયેલો હતો. આ મામલે મણિનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

ક્રાઈમ બ્રાન્ચની બાતમી અને રેડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મણિનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ બનાવટી પોલીસના ગુનામાં પકડાયેલો કિરીટકુમાર ઉર્ફે કે.બી. બાબુભાઈ જેઠાભાઈ અમીન (ઉં.વ. 40) હાલમાં પોતે ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની ખોટી ઓળખ આપીને દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી ખાનગી વાહનમાં પહોંચીને તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. અંગઝડતી દરમિયાન તેના ખિસ્સામાંથી ‘Government of Gujarat – Revenue Department’ લખેલું અને નાયબ મામલતદાર હોવાનું દર્શાવતું લેમિનેશન કરેલું આઈકાર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું.

 

અગાઉ પણ નકલી પોલીસ બની ચૂક્યો છે આરોપી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામનો અને હાલ ઘોડાસરમાં કોમ્ફી હોટેલ બાજુમાં આવેલા એમ્પાયર હાઇટ્સ ફ્લેટમાં રહેતો આ શખ્સ ગુનાહિત માનસિકતા ધરાવે છે. પોલીસ રેકોર્ડ મુજબ તે અગાઉ નકલી પોલીસ બનીને લોકોને ડરાવી-ધમકાવવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. હવે તેણે મહેસૂલ વિભાગના ક્લાસ-2 અધિકારીનું બનાવટી આઈકાર્ડ બનાવીને લોકો પર રોફ જમાવવાનું અને સરકારી કામોના નામે છેતરપિંડી કરવાનું નવું નેટવર્ક શરૂ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!