30.3 C
Gujarat
Monday, September 21, 2026
Home HeadLines સાબરકાંઠા : હિંમતનગર નજીક પદયાત્રીઓ ને કાર ચાલકે અડફેટે લીધા

સાબરકાંઠા : હિંમતનગર નજીક પદયાત્રીઓ ને કાર ચાલકે અડફેટે લીધા

0

સાબરકાંઠાના હિંમતનગરમાં દોલગઢ પાટિયા નજીક પદયાત્રીઓને કારે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. 16 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 12ને હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને 4ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાથી રોષે ભરાયેલા ટોળાએ કારને રોકી આગ ચાંપી દીધી હતી.

હિંમતનગરના દોલગઢ પાટિયા નજીક પદયાત્રીઓનો સમૂહ પસાર થઈ રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવેલી કારે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. એકસાથે 16 પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બનતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસાન સર્જ્યા બાદ કારચાલક કાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, સ્થાનિકો અને પદયાત્રીઓએ કારચાલકને ઝડપી લીધો હતો. અકસ્માતને પગલે રોષે ભરાયેલા ટોળાએ કારને આગ ચાંપી દેતા કાર ભડકે બળી ગઈ હતી.

અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા 16 પદયાત્રીઓને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.12 ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા નાના ચેખલા ગામના મોહનભાઈ રમણભાઈ નું સારવાર દરમિયાન મોત થયું છે.દરમિયાન કારમાંથી ખાલી દારૂની બોટલ મળી આવતા ઘટનાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. કારચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. કારચાલકને ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર અને નાયબ મામલતદાર સહિતનું વહીવટી તંત્ર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું.સાબરકાંઠા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.ફોરલેન હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષા માટે જાહેરનામું હોવા છતાં બેફામ વાહનો દોડતા હોવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિકો અને પદયાત્રીઓએ કારને આગ ચાંપી દીધી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઈજાગ્રસ્તોના નામ
1. દિલીપકુમાર સજ્જન્સી પટેલ — રહે. પંચમહાલ રોડરા
2. મહેશભાઈ મગનભાઈ પટેલ — રહે. નાના ચેખલા
3. હાર્દિકકુમાર રતિલાલભાઈ સોલંકી — રહે. ઉકેડીના મુવાડા, કપડવંજ
4. મોહનભાઈ રમણભાઈ વાઘેલા — રહે. નાના ચેખલા
5. ચેતનાબેન મોહનભાઈ વાઘરી — રહે. નાના ચેખલા
6. સુનિલભાઈ નગીનભાઈ બારીયા — રહે. કણજી પાણી, તાલુકો જાંબુઘોડા
7. વક્તુભાઈ ગલબાભાઈ વાઘરી — રહે. નાના ચેખલા
8. મુકેશકુમાર નટવરભાઈ પટેલ — રહે. દાણોતરા, તાલુકો ગોધરા
9. રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર — રહે. દાણોતરા, તાલુકો ગોધરા
10. આશાબેન મહેશભાઈ પટેલ — રહે. નાના ચેખલા
11. રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા — રહે. નાના ચેખલા
12. વિજયભાઈ ધીરુભાઈ પટેલ — રહે. દાણોતરા, તાલુકો ગોધરા

મૃતકનું નામ
1.મોહનભાઈ રમણભાઈ વાઘેલા — રહે. નાના ચેખલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!