અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિને નાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને રોકવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી રહી છે
રાજ્યમાં નશાનો વેપલો દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નશાના સોદાગરો ખુલ્લેઆમ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે અને યુવાઓને નશાના રવાડે ચડાવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ઉભરાણના શૂરપાણેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય પૂજારીએ અન્ય ત્રણ ભગવધારી સાગરીતો સાથે મળી માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કર્યુ હોવાનું સામે આવતા માલપુર પોલીસે મંદિર પરિસરમાંથી 5. 69 લાખનો લીલો અને સૂકો ગાંજો ઝડપી લીધો હતો
માલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.સી. પરમારને ઉભરાણ ગામના શૂરપાણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નશાની ખેતી થતી હોવાની બાતમી મળતા પોલીસ કાફલા અને એફએસએલની ટીમ સાથે મંદિરમાં ત્રાટકી તલાસી લેતા મંદિર પરિસરમાં વાવેલા ગાંજાના 6 છોડ કુલ વજન 11.397 કિગ્રા તેમજ રૂમમાં સંતાડેલ 0.87 કિગ્રા સૂકો ગાંજો મળી રૂ.5.69 લાખનો ગાંજો તેમજ બે મોબાઇલ મળી કુલ રૂ.5.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મંદિર પરિસરમાંથી ત્રણ પૂજારીઓને દબોચી લીધા હતા નશાની ખેતી કરનાર મુખ્ય સૂત્રધાર પૂજારી હરદીપગીરી મહારાજ (શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ) ફરાર થઇ ગયો હતો માલપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, મંદિરમાં આવતા સાધુ-સંતોના પીવાના ઉપયોગ માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
INBOX : અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર
માલપુર પોલીસને ઉભરાણ ગામના શૂરપાણેશ્વર મહાદેવ મંદિરમાંથી 5 લાખથી વધુના લીલા ગાંજાના છોડ જપ્ત કરી મંદિરમાં કામ કરતા ત્રણ મહારાજને ઝડપી લીધા છે એક પૂજારી બહાર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ ચાલુ છે અગાઉ આ મંદિરમાંથી ગાંજો મળ્યો નથી મંદિર પરિસરમાંથી ગાંજો મળી આવતા ગાંજો પૂજારીઓ પોતાના માટે ઉપયોગ કરતા હતા કે પછી વેચાણ કરતા હતા તે અંગે ઉંડાણ પૂર્વક તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું
INBOX : નશાની ખેતી કરનાર પૂજારીઓના નામ વાંચો
૧)રવિકાંત ઉર્ફે રવિગીરી તેજેન્દ્રસિંહ ખચેડુસિંહ રાણા ( હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ) મૂળ રહે: દહેરાદૂન, ઉત્તરાખંડ
૨)રૂપસિંહ ઉર્ફે રૂપગીરી મુલ્લાગીરી કલ્લુગીરી કુશવાહ (હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ) મૂળ રહે મધ્યપ્રદેશ
૩)સનતકુમાર ઉદયભાનું કોરી (હાલ રહે, શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ) મૂળ રહે: ગુહેરા, તાલુકો મઉગંજ, મધ્યપ્રદેશ
૪) વોન્ટેડ આરોપી (મુખ્ય વહીવટકર્તા): હરદીપગીરી મહારાજ (શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ)





