32.7 C
Gujarat
Friday, October 2, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસાના સુવિધા પાર્કમાં ચોરી કરનાર યુવકને દબોચ્યો,અમદાવાદમાં ઘરફોડ ચોરી કરનાર...

અરવલ્લી : મોડાસાના સુવિધા પાર્કમાં ચોરી કરનાર યુવકને દબોચ્યો,અમદાવાદમાં ઘરફોડ ચોરી કરનાર બે ઝડપાયા 

0

મોડાસા શહેરના પાલનપુર વિસ્તારમાં આવેલી સુવિધા પાર્ક સોસાયટીના બંધ મકાનમાં કબાટમાંથી ચોરી કરનાર આરોપી ને મોડાસા ટાઉન પોલીસે પાવનસીટી નજીકથી ઝડપી લીધો હતો અમદાવાદ દાણીલીમડાના ચાર માળિયા વિસ્તારના એક ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરનાર મોડાસાના બે આરોપીને સૂકા બજાર વિસ્તારમાંથી દબોચી લઈ જેલ પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

મોડાસા ટાઉન PI રોહિત ચૌધરી અને તેમની ટીમે સુવિધાપાર્ક સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ એક બંધ મકાનનું તાળું તોડી ચોર ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલા ઓરિજનલ ડોક્યુમેન્ટ અને રોકડ રકમની ચોરી કરનાર કૃણાલ લલિત પ્રિયદર્શી (રહે,રાયગઢ-સાબરકાંઠા)ને બાતમીના આધારે પાવનસીટી સોસાયટી આગળ ટહેલતો ઝડપી પાડી ચોરી કરેલ રોકડ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ રિકવર કરી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો ચોરી કરનાર લબરમૂછિયો યુવક નશો કરવા ચોરીના રવાડે ચઢ્યો હોવાની માહિતી પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી

 

મોડાસા શહેરના સુકા બજાર વિસ્તારમાં બે યુવકો ચોરી કરેલ સોનાના દાગીના થેલીમાં લઈને વેચાણ માટે મથામણ કરતા હોવાની બાતમી મોડાસા ટાઉન પોલીસને મળતા તાબડતોડ સુકાબજાર વિસ્તારમાં પહોંચી બંને યુવકોને કોર્ડન કરી ઝડપી પાડી તેમની પાસે રહેલી થેલીમાંથી સોનાના દાગીના મળી આવતા પોલીસે બંને યુવકોની આગવી ઢબે પૂછતાછ કરતા

મોં.ફૈઝાન યાસિનમિયા શેખ નામનો યુવક ત્રણ મહિના અગાઉ કલર કામ માટે અમદાવાદ દાણીલિમડા વિસ્તારના ચાર માળિયા વિસ્તારમાં રહેતા તેના મામા સલીમ પેન્ટર ઘરે રહેતો હતો મામાના ઘરમાં રહેલા સોનાના દાગીના પર ડોરો ઠરતા યુવક એક મહિના પછી ફરીથી તેના મિત્ર હસનૈન ઇસ્માઇલ બેલીમ સાથે અમદાવાદ પહોંચી ૨ સોનાની બુટ્ટી જુમ્મર સાથે અને સોનાના કાનસેર મળી રૂ.૧.૨૦ લાખની ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ દાણીલીમડા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!