27.5 C
Gujarat
Monday, October 5, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા રોડ ટ્રાન્સપોર્ટની ચૂંટણીમાં સુરજ સામે ત્રાજવું નમી ગયું,ચેરમેન અને...

અરવલ્લી : મોડાસા રોડ ટ્રાન્સપોર્ટની ચૂંટણીમાં સુરજ સામે ત્રાજવું નમી ગયું,ચેરમેન અને તેમની પેનલની કારમી હાર

0

સમગ્ર દેશમાં ટ્રક ટ્રાન્સપોર્ટમાં દબદબો ધરાવતા મોડાસા શહેરની ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓ.સોસાયટી.લીની ચૂંટણી જાહેર થતા સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો જેમાં ચેરમેન સાજીદ ખાનજીની વિશ્વાસ પેનલના ૧૧ ઉમેદવારો સામે પૂર્વ ચેરમેન સફી કાંકરોલીયાની સભાસદ પેનલના ૧૧ ઉમેદવારોએ જંગમાં જંપલાવ્યું હતું બંને પેનલ સત્તા હાંસલ કરવા સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાની સાથે બેનર અને પત્રીકા યુદ્ધ જામ્યું હતું જેમાં વર્તમાન ચેરમેન સાજીદ ખાનજી અને તેમની પેનલનો ભારે રકાસ થયો હતો સભાસદ પેનલનો ૯ બેઠક પર ભવ્ય વિજય થતા ઉમેદવારો અને ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભવ્ય આતશબાજી કરી જીતનો જશ્ન મનાવ્યો હતો

મોડાસા શહેરની મખદુમ હાઈસ્કૂલ રવિવારે ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓ.સોસાયટી.લીની ચૂંટણી રવિવારે મખદૂમ હાઈસ્કૂલમાં યોજાઈ હતી ચૂંટણી અને મત ગણતરી સ્થળે પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસે કાફલો ખડકી દીધો હતો ચૂંટણી પરિણામ જાહેર થતાની સાથે મખદુમ હાઈસ્કૂલ અને સભાસદ પેનલના કાર્યાલય પર હજ્જારોની મેદની ઉમટી પડતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો

ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ સોસાયટીની વ્યવસ્થાપક કમિટીના ૧૧ ડિરેકટરોની ચૂંટણીમાં ૨૨ ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી ભરી ચૂંટણીમાં સભાસદ પેનલનો દબદબો જોવા મળ્યો હતો જેમાં ચેરમેન સાજીદ ખાનજીની વિશ્વાસ પેનલે મતદારોનો વિશ્વાસ ગુમાવતા સભાસદ પેનલ સામે ધરાશાયી થઇ હતી ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ સોસાયટીમાં સભાસદ પેનલે દબદબા સાથે ૯ બેઠકો કબ્જે કરી હતી વિશ્વાસ પેનલના ફક્ત ૨ ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો હતો વિશ્વાસ પેનલના ઉમેદવારો અને ટેકેદારોમાં સોંપો પડી ગયો હતો ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ સોસાયટીની ચૂંટણી અને પરીણામ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા લઘુમતી સમાજના અગ્રણીઓ અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો ચૂંટણીના પરિણામ પછી સોશ્યલ મીડિયામાં જીતના જશ્નના અનેક મીમ્સ વાયરલ થયા હતા ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટની ચૂંટણીમાં સભાસદ પેનલના ટીંટોઈ અને મેઘરજના ઉમેદવાર વિજેતા બનતા મેઘરજ અને ટીંટોઈ પંથકમાં આનંદ છવાયો હતો

 

મતદારોને રીઝવવા બંને પેનલના ઉમેદવારોએ એડીચોંટીનું જોર લગાવ્યું હતું અને મતદાન મથક સુધી લાવવા અને બંને પેનલના ઉમેદવારોએ તેમની પેનલ તરફી મતદાન કરવા મતદાન મથક બહાર છેલ્લી ઘડી સુધી રિઝવતા નજરે પડ્યા હતા ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ સોસાયટીનું સુકાન સોંપવા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સાંજે મતગણતરી હાથધરવામાં આવી હતી જેમાં સભાસદોએ સભાસદ પેનલ પર મહોર મારી રોડ ટ્રાન્સપોર્ટ સોસાયટીનો વહીવટ સોંપ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!