અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અણસોલ ચેકપોસ્ટ નજીક XUV ગાડીમાં ગુપ્તખાનામાં સંતાડેલ 2.52 લાખના વિદેશી દારૂ સહિત 10.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખેડા પંથકના બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી પંથકમાં પેટ્રોલીંગ હાથધરી અણસોલ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા રાજસ્થાનના ઠેકા પરથી XUV ગાડીમાં વિદેશી દારૂ ભરી બુટલેગરો ગુજરાત તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા નાકાબંધી કરી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી બાતમી આધારિત XUV ગાડીને અટકાવતા ચાલક અને બુટલેગર ગાડી રોડ પર મૂકી દોટ લગાવતા પોલીસે બંને બુટલેગરોને કોર્ડન કરી ઝડપી લીધા હતા
એલસીબી પોલીસે XUV ગાડીની તલાસી લેતા ગાડીના બોનેટ અને સીટ નીચે બનાવેલ ગુપ્તખાના માંથી વિદેશી દારૂની બોટલ નંગ-793 કિં.રૂ.252500/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર શરદ વસંતરામ માલેકર (રહે,ગાંધીની ચાલી,રખિયાલ-ખેડા) અને રમેશ શંકર ઠાકોર (રહે,વજીફો,ખડોલ-આણંદ)ને દબોચી લઈ વિદેશી દારૂ, બે મોબાઇલ અને ગાડી મળી રૂ.10.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ શામળાજી પોલીસને સુપ્રત કરી હતી





