35.3 C
Gujarat
Monday, October 12, 2026
Home એન્ટરટેનમેન્ટ Entertainment & Sports અરવલ્લી : મોડાસા શહેર સહિત જીલ્લામાં ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો ભવ્ય પ્રારંભ,ખેલૈયાઓ...

અરવલ્લી : મોડાસા શહેર સહિત જીલ્લામાં ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો ભવ્ય પ્રારંભ,ખેલૈયાઓ પ્રથમ નોરતે ઝૂમ્યા

0

અરવલ્લી : મોડાસા શહેર સહિત જીલ્લામાં ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો ભવ્ય પ્રારંભ,ખેલૈયાઓ પ્રથમ નોરતે ઝૂમ્યા

મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં આસો નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થયો હતો નવરાત્રી પર્વના પવિત્ર અવસરમાં ઘર ઘરમાં અને વિવિધ સાર્વજનિક સ્થળોએ માઈ ભક્તો અને આયોજકો દ્વારા શુભ મુહર્તમાં શાસ્ત્રોક્ત વિધિથી માતાજીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી માઈ ભક્તો નવ દિવસ દરમિયાન વિવિધ પ્રકારના ઉપવાસ, જાપ, પૂજા-પાઠ અને અનુષ્ઠાન દ્વારા માતાજીની આરાધનામાં લીન રહે છે.

મોડાસા શહેરમાં સોસાયટી નગર વિકાસ મંડળ આયોજિત
કલ્યાણ નવરાત્રી, અરવલ્લી નવરાત્રી મહોત્સ્વ આયોજિત રામપાર્ક નવરાત્રી,અરવલ્લી પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રી,સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં માં જગદંબા નવલી નવરાત્રી,ચિરંજીવી પાર્ટી પ્લોટ અનંત રાસ નવરાત્રી, કુમકુમ પાર્ટી પ્લોટમાં અર્બુદા નવરાત્રી, રિદ્ધિ સિદ્ધિ નવરાત્રી,નવજીવન ચોક,,ભાવસારવાડા સહીત નવરાત્રી મહોતસ્વમાં રંગબેરંગી લાઈટ અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું

પ્રથમ નોરતે યુવા ધન ગરબામાં હિલોળે ચઢ્યું હતું નવરાત્રી પર્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે યુવાધન પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમે છે અને માં જગદંબાની આરાધના કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!