32.1 C
Gujarat
Monday, October 12, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ, ₹8.77 લાખનો મુદ્દામાલ જપ્ત, સ્થાનિક પોલિસની કામગીરી...

અરવલ્લીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ, ₹8.77 લાખનો મુદ્દામાલ જપ્ત, સ્થાનિક પોલિસની કામગીરી પર સવાલો

0

ભિલોડાના માઉ નવલપુર ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂની 1,497 બોટલ સહિત 4 વાહનો અને 5 મોબાઇલ કબજે, 5 આરોપીઓ ઝડપાયા અને 12 વોન્ટેડ

અરવલ્લી: ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની સૂચનાના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મઉ નવલપુર ત્રણ રસ્તા નજીક જાહેર માર્ગ પર કરવામાં આવેલી આ કાર્યવાહીમાં દારૂ-બીયરની આશરે 51 પેટીઓ અને 1,497 બોટલ સહિત કુલ ₹8,77,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ધીરે-ધીરે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ સક્રિય થઈ હોય તેવું લાગ છે,આ વચ્ચે સ્થાનિક પોલિસની નાક નીચે, મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચાવડાની ટીમે હાથ ધરેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કિંમત ₹5,71,650 આંકવામાં આવી છે. આ ઉપરાંત ચાર વાહનો, પાંચ મોબાઇલ ફોન, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે કુલ 18 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, એક આરોપીને નોટિસ આપવામાં આવી છે, જ્યારે 12 આરોપીઓ વોન્ટેડ હોવાનું જણાવાયું છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદયપુર અને ખેરવાડા વિસ્તારના ચાર વ્યક્તિઓ તથા અરવલ્લી જિલ્લાના ભિલોડાના એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!