અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં નવરાત્રી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ રહી છે નવરાત્રી પર્વ મધ્ય પડાવ તરફ પહોંચી ચૂક્યું છે ત્યારે પાંચમા નોરતે નવરાત્રી મેદાનોમાં વિવિધ પ્રકારના લાઈટિંગ ડેકોરેશન ,ગાયકવૃંદો અને ડીજે ના તાલે નાના ભૂલકાઓ,યુવતીઓ અને મહિલાઓ સોળે શણગાર સજી ભારે ઉત્સાહભેર ગરબા અને રાસ રમવામાં મશગુલ બન્યા હતા





